ઉત્તરાયણ 2024 : ઉત્તરાયણ પહેલાં રાજકોટમાં કાનપુરના કારીગરોના ધામા, પતંગની દોરી તૈયાર કરી ચલાવે છે ગુજરાન, જુઓ ફોટો

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે પતંગની દોરી તૈયાર કરવાનો વ્યવસાય હાલ ધમધમી રહ્યો છે. રાજકોટમાં પણ ખાસ કાનપુરથી આવેલા વેપારીઓએ પતંગની દોરી બનાવવાનું ચાલુ કરી દીધુ છે. રાજકોટમાં કાનપુરના મિથુન દોરીવાલા લગભગ છેલ્લા 35 વર્ષથી આ દોરી તૈયાર કરવાનો વ્યવસાય કરવા આવે છે.

Bhavesh Lashkari
| Edited By: | Updated on: Jan 08, 2024 | 4:12 PM
ઉત્તરાયણના તહેવાર પહેલા જ વેપારીઓ દોરી બનાવવાનું શરૂ કરી દે છે. ત્યારે રંગીલા રાજકોટમાં પણ ખાસ કાનપુરથી આવેલા વેપારીઓએ પતંગની દોરી બનાવવાનું ચાલુ કરી દીધુ છે.

1 / 5
રાજકોટમાં કાનપુરથી આવેલા મિથુન દોરીવાલાને અહિંના લોકો ખૂબ આદર અને આવકાર આપે છે. તેથી તેઓ રાજકોટમાં લગભગ છેલ્લા 35 વર્ષથી આ દોરી તૈયાર કરવાનો વ્યવસાય કરવા આવે છે.

2 / 5
પતંગની દોરી તૈયાર કરવા માટે જે કાચના ભુક્કાનો ઉપયોગ કરવામાં આવે છે, તે કાચને ખાંડવા માટે તેઓ નજીકમાં રહેતી બહેનોને આપે છે. તેથી જરૂરિયાતમંદ બહેનોને પણ આર્થિક મદદ મળે છે.

3 / 5
1 જાન્યુઆરીથી દોરી લેવા અને દોરી સુતાવા માટે રિટેલ ઘરાકી નીકળતી હોય છે. તો દુકાનદારોનો પણ જથ્થાબંધ ઓર્ડર આવતો હોય છે, ત્યારે આ સમયગાળા દરમિયાન તેઓ સારી એવી કમાણી કરી લે છે.

4 / 5
દોરીના ભાવમાં આ વર્ષે કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ગયા વર્ષે હજારવાર દોરીના 70 રૂપિયા હતા તે જ ભાવ આ વર્ષે પણ રાખવામાં આવ્યા છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">