હવે સ્પેસમાં પહોંચાડશે લિફ્ટ, 30 લોકો માત્ર એક અઠવાડિયામાં સ્પેસ પહોંચી જશે, જુઓ Video
વર્તમાન સમયમાં દરેક જગ્યાએ લિફ્ટ, એલિવેટર જોવા મળતા હોય છે. જેની મદદથી આપણે સરળતાથી ઉંચી ઈમારત પર પહોંચી શકીએ છીએ.પરંતુ આજે એવી લિફ્ટની વાત કરી રહ્યાં છીએ જે આગામી વર્ષોમાં ડાયરેક્ટ સ્પેસ પર જશે.
વર્તમાન સમયમાં દરેક જગ્યાએ લિફ્ટ, એલિવેટર જોવા મળતા હોય છે. જેની મદદથી આપણે સરળતાથી ઉંચી ઈમારત પર પહોંચી શકીએ છીએ.પરંતુ આજે એવી લિફ્ટની વાત કરી રહ્યાં છીએ જે આગામી વર્ષોમાં ડાયરેક્ટ સ્પેસ પર જશે.વૈજ્ઞાનિકો દ્વારા અવનવી શોધ કરવામાં આવતી હોય છે. ત્યારે સ્પેસમાં જવા માટે હવે સ્પેશશીપનો ઉપયોગ કરવામાં આવે છે. તે વધારે ખર્ચાળ હોવાની સાથે સાથે તેમાં સમય પણ વધારે જાય છે. ત્યારે સ્પેસ લિફ્ટ બનાવવાનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ જાપાનની કંપની દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.
જાપાનની ઓબાયાશી કોર્પોરેશન દ્વારા કેબલ બનાવવામાં આવશે તેમજ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ઉદ્દેશ કાર્બન નેનોટ્યુબથી બનેલા 96000 કિમી લાંબા કેબલ દ્વારા પૃથ્વીને અવકાશ સાથે જોડવાનો છે. જે 200 કિમી પ્રતિ કલાકની ઝડપે 30 મુસાફરોને એક અઠવાડિયામાં સ્પેસમાં પહોંચાડશે. આ પ્રોજેક્ટ 2025 માં બાંધકામ શરૂ કરવા માટે સેટ છે. આ પ્રોજેક્ટ 2050 સુધીમાં ઓપરેશનલ ક્ષમતાઓ અપેક્ષિત છે.