Anand : બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત,જુઓ Video
આણંદના બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં પોલીસે કડકડ કાર્યવાહી હાથ ધરી છે. પતંગ લૂંટવાની નજીવી બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવ્યો હતો.
આણંદના બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં પોલીસે કડકડ કાર્યવાહી હાથ ધરી છે. પતંગ લૂંટવાની નજીવી બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ત્યારે અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયાર સાથે આતંક મચાવ્યો હતો. જો કે જૂથ અથડામણમાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ 8 લોકોની અટકાયત કરી છે. અજીતસિંગ સરદાર, હરબજસિંગ સરદાર સહિતના કુલ 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણો શું હતી સમગ્ર ઘટના
આણંદના બોરસદમાં આવેલા નારાયણ નગરમાં ખેતરમાં પતંગ ચગાવતા લોકોને બહાર કાઢતા માથાકૂટ થઈ હતી. જેમાં 2 જૂથના લોકો સામસામે આવતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે કેટલાક લોકોએ તલવારો સાથે રોફ જમાવ્યો હોવાનું પણ સામે આવ્યું હતુ.
Latest Videos