Ahmedabad Tallest Buildings : અમદાવાદની સૌથી ઊંચી ત્રણ ઇમારતો કઇ છે ? જાણો
ગુજરાત દિવસે દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે. ખાસ કરીને અમદાવાદમાં ખૂબ જ તેજ ગતિએ વિકાસ થઇ રહ્યો છે. અમદાવાદમાં પણ હવે દિલ્હી અને મુંબઇની જેમા ઊંચી ઊંચી ઇમારતો બની રહી છે.દિલ્હી-મુંબઇની જેમ અમદાવાદમાં ઘણી ઊંચી ઇમારતો બની છે. પણ શું તમે જાણો છો કે અમદાવાદમાં સૌથી ઊંચી ઇમારત કઈ છે? આજે અમે તમને અમદાવાદની ત્રણ સૌથી ઊંચી ઇમારતો વિશે જણાવીશુ.

તમને જણાવી દઇએ કે અમદાવાદમાં 20 કે 22 નહીં પરંતુ 30થી 35 માળ સુધીની બિલ્ડિંગ બનેલી છે.આ ઇમારતો અનેક આધનિક સુવિધાઓથી સજ્જ છે.

ત્રીજા નંબરે ટાઇટેનિયમ વર્લ્ડ ટાવર છે. ટાઇટેનિયમ વર્લ્ડ ટાવર જે આશરે 125 મીટર ઊંચો છે. તે પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલું છે અને તેમાં કુલ 30 માળ છે.

ટાઇટેનિયમ વર્લ્ડ ટાવરનું બાંધકામ 2018 માં પૂર્ણ થયું હતું અને તે એક મુખ્ય વ્યાપારી કેન્દ્ર તરીકે જાણીતું છે.

બીજા નંબરે મારુતિ 360 ટાવર વન છે જે 130 મીટર ઊંચો છે અને 32 માળ ધરાવે છે.આ ઈમારત રેસિડેન્સીયલ છે .

આ બિલ્ડિંગ એસજી હાઇવે પર સ્થિત છે અને તેનું કન્સ્ટ્રકશન 2019 માં પૂર્ણ થયું હતું.

પહેલા નંબરે રોયસ ટાવર છે. રોયસ ટાવર અમદાવાદની સૌથી ઊંચી ઇમારત છે જેની ઊંચાઈ આશરે 140 મીટર છે.

રોયસ ટાવર ઇમારત પશ્ચિમ અમદાવાદના પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલી છે. તેમાં કુલ 35 માળ છે અને તેનું નિર્માણ 2021 માં થયું હતું.
નોલેજની વધારે સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે