પતંગ મહોત્સવ
ગુજરાતમાં દર વર્ષે મકરસંક્રાંતિ પર્વને લઈ, રાજ્યના અનેક જિલ્લામાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાય છે. દર વર્ષે ઉત્તરાયણ એટલે કે 14 જાન્યુઆરીના 7 દિવસ પહેલાથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરુ થાય છે. તેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
પતંગ મહોત્સવમાં ભારતના વિવિધ રાજ્યો અને વિદેશી પતંગબાજો પણ ભાગ લેતા હોય છે. દર વર્ષે જુદા જુદા દેશના વિવિધ પ્રકારના વિશાળ પતંગો હવામાં ઉડાવવાના કરતબ પતંગબાજો આ મહોત્વ દરમિયાન દર્શાવતા હોય છે. પતંગ મહોત્સવ યોજવાનો એક હેતુ ગુજરાતમાં પ્રવાસન પ્રવૃતિને વેગ આપવાનો પણ હોય છે.
કાઈટ ફ્લાયર્સ વિવિધ રંગબેરંગી આકર્ષક પતંગો ઉડાવી પોતાની પતંગકલા દર્શાવતા હોય છે. વિવિધ થીમ પર આ પતંગોત્સવ યોજાતા રહેતા હોય છે.