લોકોના મગજમાં ચિપ લગાવશે Elon Musk ! અમેરિકન સરકારે આપી મંજૂરી, જાણો સમગ્ર મામલો

મેટ્રોયુકેના રિપોર્ટ અનુસાર, ન્યુરાલિંક એકમાત્ર એવી કંપની નથી જે આ પ્રકારનું ઉપકરણ બનાવે છે. સિંક્રોન નામની કંપનીએ અમેરિકામાં એક દર્દી પર તેની બ્રેઈન ચિપ ઈમ્પ્લાન્ટ કરી છે. કંપનીને 2021માં યુએસ સરકાર તરફથી મંજૂરી મળી હતી. સિંક્રોને ઓસ્ટ્રેલિયામાં 4 લોકો પર અભ્યાસ પણ પૂરો કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 10:08 PM
ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટર જેવી કંપનીઓના માલિક અબજોપતિ 'એલન મસ્ક'ને મોટી સફળતા મળી છે. મસ્કની બ્રેઈન ચિપ કંપની ન્યુરાલિંકને આખરે મનુષ્યો પર પરીક્ષણ માટે મંજૂરી મળી ગઈ છે. કંપની લાંબા સમયથી પ્રાણીઓ પર ટ્રાયલ કરી રહી છે અને હવે તે માણસો પર ટ્રાયલ કરશે.

1 / 5
ન્યુરાલિંકે એક ટ્વીટમાં કહ્યું છે કે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ તેને પ્રથમ ઇન-હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ માટે લીલી ઝંડી આપી દીધી છે.

2 / 5
ન્યુરાલિંક એક એવું ઉપકરણ વિકસાવી રહ્યું છે જે મગજની પ્રવૃત્તિ સાથે તમારા કમ્પ્યુટર, મોબાઇલ ફોન અથવા અન્ય ઉપકરણોને સીધા નિયંત્રિત કરવામાં સક્ષમ હશે. આ ઉપકરણનો મહત્તમ લાભ વિકલાંગ અને લકવાગ્રસ્ત લોકોને થશે. તેના ટ્વીટમાં ન્યુરાલિંકે લખ્યું છે કે એફડીએની મંજૂરી મેળવવી એ એક મહત્વપૂર્ણ પગલું છે. કંપનીએ કહ્યું કે તેની ટેક્નોલોજી એક દિવસ ઘણા લોકોને મદદ કરી શકશે.

3 / 5
ન્યુરાલિંક જે ઉપકરણ પર કામ કરી રહ્યું છે તેનું નામ 'લિંક' છે. તેનું કદ સિક્કા જેવું છે. ડિવાઈસની મદદથી લકવાગ્રસ્ત વ્યક્તિ વિચારીને જ પોતાનો સ્માર્ટફોન ઓપરેટ કરી શકશે. કંપનીએ આ ઉપકરણનું પરીક્ષણ અનેક પ્રાણીઓના મગજમાં ઈમ્પ્લાન્ટ કરીને કર્યું હતુ.

4 / 5
ન્યુરલિંકે જણાવ્યું છે કે તેનો હેતુ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ધરાવતા લોકો માટે જીવન સરળ બનાવવાનો છે. કંપની લાંબા સમયથી અમેરિકી સરકાર પાસેથી માનવીય ટ્રાયલ માટે મંજૂરી માંગી રહી હતી. હવે તેના પ્રયાસને સફળતા મળી છે. માનવીય પરીક્ષણોમાં ન્યુરાલિંકને કેટલી સફળતા મળશે તે કહેવું મુશ્કેલ છે. પ્રયોગ દરમિયાન ઘણા પ્રાણીઓ માર્યા ગયા. કંપની પર પ્રાણી ક્રૂરતાનો આરોપ હતો, જેને મસ્કે ફગાવી દીધો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">