AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Train dining : અમદાવાદને મળશે નવું નજરાણું, આંબલી રોડ સ્ટેશન પર બની રહ્યું છે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, જુઓ Photos

પશ્ચિમ રેલવે દ્વારા આંબલી રોડ સ્ટેશન પર અમદાવાદનું પ્રથમ 'રેલ કોચ રેસ્ટોરન્ટ' નિર્માણાધીન છે. આ અનોખી પહેલ મુસાફરી વગર જ ટ્રેનમાં ભોજનનો અનુભવ આપશે.

| Updated on: Dec 21, 2025 | 5:34 PM
Share
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવેલા આંબલી રોડ રેલવે સ્ટેશન પર આધુનિક અને અનોખી સુવિધા તરીકે **‘રેલ કોચ રેસ્ટોરન્ટ’**નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પહેલ અંતર્ગત પરિવર્તિત રેલ કોચમાં રેસ્ટોરન્ટ વિકસાવવામાં આવી રહી છે, જ્યાં નાગરિકો અને મુસાફરો મુસાફરી કર્યા વિના પણ ચાલતી ટ્રેનમાં હોવાનો અનુભવ મેળવી શકશે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકશે. આંબલી રોડ સ્ટેશન પર બનનાર રેલ કોચ રેસ્ટોરન્ટ અમદાવાદ વિસ્તારની પ્રથમ આવી રેસ્ટોરન્ટ બનશે.

1 / 5
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવેમાં અગાઉ બાંદ્રા ટર્મિનસ, અંધેરી, બોરીવલી, રતલામ અને રાજકોટ જેવા સ્ટેશનો પર રેલ કોચ રેસ્ટોરન્ટ સફળતાપૂર્વક કાર્યરત છે. હવે અમદાવાદમાં પણ આ સુવિધા શરૂ થવાથી શહેરના નાગરિકોને એક નવી અને યાદગાર ડાઇનિંગ અનુભવ મળશે.

2 / 5
આ રેલ કોચ રેસ્ટોરન્ટમાં 24 કલાક ભોજન સેવા ઉપલબ્ધ રહેશે, જેથી મુસાફરો ઉપરાંત સ્થાનિક નાગરિકો પણ દિવસ-રાત ભોજનની સુવિધાનો લાભ લઈ શકશે. અમદાવાદની જનતા અહીં પરિવાર અને મિત્રો સાથે બેસીને વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકશે તેમજ રેલ-થીમ આધારિત આકર્ષક વાતાવરણમાં સેલ્ફી લઈ યાદગાર પળો માણી શકશે.

3 / 5
રેસ્ટોરન્ટમાં ઇનડોર અને આઉટડોર ડાઇનિંગ બંને વિકલ્પો ઉપલબ્ધ રહેશે. સાથે જ પૂરતી પાર્કિંગ વ્યવસ્થા, પાર્સલ તથા ટેક-અવે સુવિધા અને બાળકો માટે ખાસ રમવાની વ્યવસ્થા (ફન ઝોન) પણ રાખવામાં આવશે, જેથી આ સ્થળ સંપૂર્ણપણે પરિવાર-મૈત્રીપૂર્ણ બની શકે. હરિયાળીથી ભરપૂર અને આનંદદાયક વાતાવરણ સાથે આ રેસ્ટોરન્ટ તમામ સુરક્ષા અને ગુણવત્તા માનકોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી રહી છે.

4 / 5
આંબલી રોડ સ્ટેશન ઉપરાંત, મહેસાણા, સાબરમતી, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ એરિયામાં પણ ભવિષ્યમાં ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’ વિકસાવવાની યોજના છે. ભારતીય રેલવેના અભિનવ દૃષ્ટિકોણ હેઠળ આ સુધારેલા રેલ કોચોમાં આધુનિક ડિઝાઇન, સંલગ્ન રસોડાં (Attached Kitchens) અને મલ્ટી-ક્યુઝિન મેનૂની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેથી વિવિધ સ્વાદની પસંદગીઓને સંતોષી શકાય. સાથે જ પર્યાવરણ-મૈત્રીપૂર્ણ અને આકર્ષક વાતાવરણ દ્વારા સમગ્ર અનુભવને વધુ ઉત્તમ બનાવવાની ખાતરી આપવામાં આવશે.

5 / 5

ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અમદાવાદના રસ્તા પર ગર્લફ્રેન્ડ સાથે લોંગ ડ્રાઈવ પર નીકળ્યો

g clip-path="url(#clip0_868_265)">