કયા દેશમાં દર વર્ષે સૌથી વધુ દારૂ પીવાય છે? ભારતની સ્થિતિ જોઈને તમે વિચારમાં પડી જશો
વિશ્વમાં કયા દેશમાં દારૂનો સૌથી વધુ વપરાશ થાય છે, તે જાણવું રસપ્રદ છે. આ સાથે જ ભારત આ મામલે કયા નંબરે છે, તે જાણીને પણ ઘણા લોકો આશ્ચર્યચકિત થયા છે.

દારૂ પીવાની આદત દરેક દેશમાં ખૂબ જ અલગ હોય છે. કેટલીક જગ્યાએ, તે સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે, જ્યારે કેટલીક જગ્યાએ સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ તેનો વ્યાપ નક્કી કરે છે. વર્ષ 2025 માં પ્રકાશિત થયેલા વૈશ્વિક ડેટા અનુસાર, એક યુરોપીય દેશ પ્રતિ વ્યક્તિ દારૂના વપરાશના મામલે દુનિયામાં સૌથી ઉપર છે.

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ 2025 ના ડેટા અનુસાર, પ્રતિ વ્યક્તિ દારૂના વપરાશમાં રોમેનિયા દુનિયામાં પહેલા નંબર પર છે. અહીં એક સામાન્ય વ્યક્તિ દર વર્ષે લગભગ 17 લિટર દારૂ પીવે છે.

રોમાનિયામાં દારૂને સામાજિક મેળાવડાનું પ્રતિક માનવામાં આવે છે. લગ્ન, તહેવારો, કૌટુંબિકથી લઈને અંતિમ સંસ્કાર સુધી દારૂ પીરસવાનું સામાન્ય છે, જેના કારણે તેનો ઉપયોગ સામાજિક રીતે સ્વીકાર્ય અને પ્રોત્સાહિત છે.

રોમાનિયામાં દારૂના વપરાશમાં વધારો થવાનું મુખ્ય કારણ પરંપરાગત ઘરે બનાવેલ દારૂ હોય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં દ્રાક્ષમાંથી બનેલ "ટુઇકા" જેવા સ્થાનિક દારૂ નિયમિતપણે પીવામાં આવે છે.

દેશનો વાઇન બનાવવાનો ઇતિહાસ લગભગ 2,000 વર્ષ જૂનો છે. વધુમાં, દારૂની ઓછી કિંમત અને કરમુક્ત અથવા ગેરકાયદેસર દારૂની ઉપલબ્ધતા પણ વપરાશમાં વધારો કરે છે.

ભારતની વાત કરીએ તો, અહીં વાર્ષિક માથાદીઠ દારૂનો વપરાશ 3.02 થી 4.98 લિટરની વચ્ચે હોવાનો અંદાજ છે. આ આંકડો રોમાનિયા અને મોટાભાગના યુરોપિયન દેશો કરતા નોંધપાત્ર રીતે ઓછો છે. જો કે, નીચી સરેરાશ હોવા છતાં તાજેતરના વર્ષોમાં ભારતમાં દારૂનો વપરાશ ઝડપથી વધ્યો છે. શહેરી વિસ્તારોમાં યુવાનો અને કામદાર વર્ગમાં દારૂ પીવાનું વલણ સતત વધી રહ્યું છે.
નોંધ: આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે અને લાંબાગાળે શારીરિક તેમજ માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તંદુરસ્ત જીવન માટે દારૂથી દુર રહેવું હંમેશા શ્રેષ્ઠ વિકલ્પ છે.
આ પણ વાંચો: Interesting Fact : દરેક પળને બનાવો ખાસ ! દારૂ પીવાની અસલી મજા ક્યારે આવે ? સવારે કે રાત્રે ? બીયર પીવાનો પરફેક્ટ સમય કયો?
