T20 World Cup 2026 : બધાની નજર આ ખેલાડી પર રહેશે, આ 5 ભારતીય ખેલાડીઓ પહેલી વખત T20 વર્લ્ડ કપ રમશે
ભારતીય ટીમની ટી20 વર્લ્ડકપ 2026 માટે ટીમની જાહેરાત થઈ ચૂકી છે. જેમાં 5 ખેલાડીઓ એવા છે. જેને આ મેગા ઈવેન્ટમાં પહેલી વખત સ્થાન મળ્યું છે. તો ચાલો જોઈએ ક્યા 5 ખેલાડી છે જે પહેલી વખત ટી20 વર્લ્ડકપ રમતા જોવા મળશે.

આઈસીસી ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપની જવાબદારી મળી છે. તો અક્ષર પટેલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

15 સભ્યોની આ ટીમમાં એવા પણ કેટલાક ખેલાડીઓ છે. જે ટી20 વર્લ્ડકપ 2024ની વિજેતા ટીમનો ભાગ હતા. તો કેટલાક એવા નામ પણ છે. જે પહેલી વખત આ મેગા ઈવેન્ટમાં પહેલી વખત સ્થાન મળ્યું છે.

કુલ 5 ખેલાડીઓ એવા છે. જે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટી20 ટીમનો ભાગ રહ્યા છે. તેમજ પોતાના શાનદાર પ્રદર્શનને કારણે પોતાને મેચ વિનર પણ સાબિત કરી ચૂક્યા છે.

જો આપણે T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની ટીમ પર નજર કરીએ, તો પહેલીવાર મેગા ઇવેન્ટ માટે પસંદ કરાયેલા ખેલાડીઓમાં ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા ઉપરાંત તિલક વર્મા, રિંકુ સિંહ, હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે.આ ખેલાડીઓ પાસે પોતાને આ મેગા ઈવેન્ટમાં સાબિત કરવાની સુંદર તક છે.

આ સિવાય ઈશાન કિશન પાસે પણ એક મોટી તક છે. જે 2 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાના સ્કવોડમાં સામેલ થયો છે. તે વર્ષ 2021ની ટી20 વર્લ્ડકપ રમી ચૂક્યો છે.આ સિવાય બધાની નજર ઓપનિંગ બેટસમેન અભિષેક શર્મા પર રહેશે.

ટી20 વર્લ્ડકપ 2026 માટે ભારતીય ટીમની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા, સંજુસેમસન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા,શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ,અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર , ઈશાન કિશન
આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો
