આજના દિવસે 140 કરોડ ચાહકોનું દિલ તૂટ્યું હતુ, ત્યારથી લઈને અત્યાર સુધી કેવું રહ્યું ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જુઓ

ગત્ત વર્ષ ભારતને વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તો ચાલો જોઈએ ત્યારથી લઈ અત્યારસુધી ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કેવું રહ્યું છે.

| Updated on: Nov 19, 2024 | 1:06 PM
19 નવેમ્બર 2023ના દિવસે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એવી ઘટના બની હતી કે, જેનાથી 140 કરોડ ભારતીયનું દિલ તુટી ગયું હતુ. ગત્ત વર્ષે આજ દિવસે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ વનડે વર્લ્ડકપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.

1 / 6
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હાર મળી હતી અને ભારત ત્રીજી વખત વનડે વર્લ્ડકપનો ખિતાબ જીતવાનું ચૂકી ગઈ હતી. ત્યારથી લઈ અત્યારસુધી એક વર્ષમાં ભારતીય ટીમનું કેવું પ્રદર્શન રહ્યું છે. તેના વિશે જાણીએ.

2 / 6
આ એક વર્ષમાં ભારતીય ટી20 ટીમના કેપ્ટન રોહિત શર્માએ ભારતને બીજી વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતાડ્યો છે. ભારતે ત્રણેય ફોર્મેટમાં મળી 51 મેચ રમી છે. જેમાંથી 36માં જીત અને 12 મેચ ગુમાવી છે જ્યારે 2 મેચ ટાઈ રહી છે.

3 / 6
રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે 12 ટેસ્ટ મેચ રમી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 7 મેચમાં જીત મેળવી છે, જ્યારે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન 4 ટેસ્ટ સીરિઝ રમી છે. જેમાં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીત મેળવી છે. ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો પડ્યો છે. તો સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ ડ્રો રહી છે.

4 / 6
છેલ્લા એક વર્ષમાં ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં 6 વન ડે મેચ રમી છે. જેમાં ટીમ ઈન્ડિયાને 2 મેચમાં જીત મળી છે. જ્યારે 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઈ રહી છે.

5 / 6
19 નવેમ્બર 2023 થી 19 નવેમ્બર 2024 સુધી ભારતે રોહિત શર્મા અને સૂર્યકુમારની કેપ્ટનશીપમાં 33 મેચ રમી છે. જેમાં ભારતને 27 મેચમાં જીત મળી છે. તો 4 મેચમાં હાર મળી છે અને 2 મેચ ટાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, રોહિત શર્માએ ટી20 વર્લ્ડકપ 2024નો વર્લ્ડકપ જીત્યા બાદ ટી20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">