IND vs AUS: ટીમ ઈન્ડિયાએ 5821 દિવસ બાદ લીધો બદલો, પર્થમાં તોડ્યું ઓસ્ટ્રેલિયાનું ‘ઘમંડ’, બનાવ્યા આ 5 રેકોર્ડ

ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીએ બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી, જ્યારે કેપ્ટન જસપ્રીત બુમરાહે મેચમાં સૌથી વધુ 8 વિકેટ ઝડપી હતી. તેના આધારે ભારતે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં 5821 દિવસ બાદ ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો લીધો હતો. આ પહેલા 2018માં ઓસ્ટ્રેલિયાએ આ જ મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. તે આ મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ હતી. હવે ભારતે ઓસ્ટ્રેલિયા સાથે સ્કોર સેટલ કરી લીધો છે. આ જીતમાં ટીમ ઈન્ડિયા અને કેપ્ટન જસપ્રીત બુમરાહે ઘણા શાનદાર રેકોર્ડ બનાવ્યા.

| Updated on: Nov 25, 2024 | 3:33 PM
ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને હરાવનારી ભારત પ્રથમ ટીમ બની ગઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી ચારેય ટેસ્ટ જીતી હતી. આ રીતે ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાનો પરફેક્ટ રેકોર્ડ બગાડવામાં આવ્યો છે.

1 / 5
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 295 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ધરતી પર રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે. આ પહેલા 1977માં ટીમ ઈન્ડિયાએ મેલબોર્નમાં 222 રનથી જીત મેળવી હતી.

2 / 5
સેના (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) દેશોમાં આ સૌથી મોટી જીત છે. વિદેશી ધરતી પર ભારતની આ ત્રીજી સૌથી મોટી જીત છે. ભારતે નોર્થ સાઉન્ડ-વેસ્ટ ઈન્ડિઝમાં પણ 318 રનથી અને ગાલે-શ્રીલંકામાં 304 રનથી જીત મેળવી હતી.

3 / 5
જસપ્રીત બુમરાહે આ મેચમાં 72 રન આપીને 8 વિકેટ લીધી હતી. વિદેશી ધરતી પર કોઈપણ ભારતીય કેપ્ટન દ્વારા જીતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો આ નવો રેકોર્ડ છે.

4 / 5
બુમરાહ પર્થમાં ટેસ્ટ મેચ જીતનાર માત્ર બીજો એશિયન કેપ્ટન બન્યો છે. યોગાનુયોગ, અગાઉનો કેપ્ટન પણ ભારતીય બોલર જ હતો. અનિલ કુંબલેની કપ્તાની હેઠળ, ભારતે 2008માં WACA (પર્થના જૂના સ્ટેડિયમ)માં જીત મેળવી હતી. (All Photo Credit : X / BCCI)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">