ICC રેન્કિંગમાં ટોપ પર પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયા
ICC Mens All rounder Ranking, : રાજકોટ T20માં હાર બાદ ભલે ચાહકો હાર્દિક પંડ્યાને ટ્રોલ કરી રહ્યા હોય, પણ હવે આ મેચના બીજા જ દિવસે એ જ ચાહકો હાર્દિકને સલામ કરી રહ્યા છે. કારણ કે હાર્દિક પંડ્યા ICC T20 રેન્કિંગમાં નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે.

હાર્દિક પંડ્યા રાજકોટ T20 બાદ ખોટા કારણોસર ચર્ચામાં છે. હાર્દિક પંડ્યાને રાજકોટમાં મળેલી હાર માટે ફેન્સ ટ્રોલ કરી રહ્યા છે.

પરંતુ રાજકોટમાં રમાયેલ T20 મેચ પુરી થયાના 14 કલાક બાદ જે ફેન્સ હાર્દિકને ટ્રોલ કરી રહ્યા હતા તે જ ફેન્સ હવે હાર્દિકના વખાણ કરી રહ્યા છે.

કારણ કે ટીમ ઈન્ડિયાનો આ ઓલરાઉન્ડર નંબર 1 બની ગયો છે. ICCએ બુધવારે લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી જેમાં હાર્દિક પંડ્યા વિશ્વનો નંબર 1 T20 ઓલરાઉન્ડર બની ગયો છે. હાર્દિક પંડ્યા 255 રેટિંગ પોઈન્ટ સાથે ટોપ પર છે.

હાર્દિક પંડ્યા હાલમાં માત્ર T20 અને ODI ક્રિકેટ જ રમે છે. હાર્દિકે 112 T20 મેચમાં 27.77ની એવરેજથી 1750 રન બનાવ્યા છે. T20માં પંડ્યાનો સ્ટ્રાઈક રેટ 140થી વધુ છે.

હાર્દિક પંડ્યા T20માં બોલિંગમાં 94 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. તેનો ઈકોનોમી રેટ 8.17 રન પ્રતિ ઓવર છે. પંડ્યા બોલ અને બેટ બંનેથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ગત વર્ષે આ ખેલાડીએ ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. (All Photo Credit : PTI)
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ક્રિકેટ કરિયર, રેકોર્ડ, લગ્ન જીવન, ડિવોર્સ, ગર્લફ્રેન્ડ, પરિવાર, વિવાદ સાથે જોડાયેલ તમામ સમાચારો જાણવા ક્લિક કરો






































































