Travel With Tv9 : વેલેન્ટાઈન વીક પર ઓછા બજેટમાં ટ્રાવેલ કરો 4 દેશ, વિદેશનો જવાનો ખર્ચ ના બરાબર થશે, જુઓ ફોટા
દરેક કપલ લગ્ન પછી એક બીજા સાથે સમય પસાર કરવા ઈચ્છતા હોય છે. પરંતુ કેટલીક વાર સમય અને પૈસાના અભાવે વિદેશ ફરવાનું અથવા દૂર ફરવા જવાનું ટાળે છે. ત્યારે આજે અમે તમને એવા હનીમૂન સ્થળો જણાવીશું. જ્યાં ઓછા ખર્ચમાં વધારે મજા માણી શકો છો.

દરેક ભારતીય વ્યક્તિને ઓછામાં ઓછું એક વખત વિદેશ પ્રવાસ કરવાનો શોખ હોય છે. ત્યારે તેમના મનમાં પહેલો ખર્ચ અને ક્યાં સ્થળે ફરવા જવું તેને લઈને વિચાર આવતા હોય છે.

ઓછા ખર્ચમાં તમે મલેશિયાનો પ્રવાસ કરી શકો છો. મલેશિયામાં કુઆલાલંપુર, પેન્જાંગ, લાંકાવી, કેમરોન હિલ્સ, મલાકા સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો. ત્યાં તમે Petronas Twin Towers, Batu Caves, Merdeka Square સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો.

તમે ફિલીપાઇન્સનો પ્રવાસ પણ ઓછા સમયમાં કરી શકો છો. ફિલીપાઇન્સમાં ફરવા જવા ઈચ્છો તો કેટલાક સ્થળોની મુલાકાત અચુક લેવી જોઈએ.ફિલીપાઇન્સમાં આવેલા મનિલા, બોરાકે, સેબુ, પલવાન, Davao અને Baguioની મુલાકાત લેવી જોઈએ.

થાઈલેન્ડમાં જોવાલાયક સ્થળોની વાત કરીએ તો તમે થાઈલેન્ડની રાજધાની બેંગકોક, ફૂકેત, ચિયાંગ માઈ, પટાયા, કોહ સમુઈ, ફી ફી આઈલેન્ડ અને કોરલ આઈલેન્ડની મુલાકાત લઈ શકો છો. આ સિવાય થાઈલેન્ડની નાઈટ લાઈફ ખૂબ જ ફેમસ છે.

વિયેતનામ એ એક સુંદર દેશ છે, જે તેના ઐતિહાસિક સ્થળો, કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. તમે ત્યાં હાનોઈ, હાલોંગ બે, હોઈ આનંદ, હોશિમિન સિટી, સાપા, મેકોંગ ડેલ્ટા, ફુકોક આઈલેન્ડ સહિતની જગ્યાઓની મુલાકાત લઈ શકો છો.
Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

































































