Surat : છેલ્લા 31 વર્ષથી હત્યાના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો, જાણો શું હતી ઘટના, જુઓ Video
સુરત પોલીસને મોટી એક સફળતા મળી છે. છેલ્લા 31 વર્ષથી હત્યાના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો છે. સુરતના પુણા ગામની આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ વર્ષ 1994માં રુમ પાર્ટનરની હત્યા કરી હતી.
સુરત પોલીસને મોટી એક સફળતા મળી છે. છેલ્લા 31 વર્ષથી હત્યાના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો છે. સુરતના પુણા ગામની આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ વર્ષ 1994માં રુમ પાર્ટનરની હત્યા કરી હતી. હત્યામાં આરોપીના 3 મિત્રો પણ સામેલ હતા. રુમ પાર્ટનર સાથે કોઈ બાબતે ઝઘડો થતા હત્યા કરી હતી.
વરાછા પોલીસ મથકે ગુનો નોધાયો હોવાથી પોલીસે તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે વર્ષ 2021 અને 2022માં અન્ય 2 આરોપી પકડાયા હતા. જેમાંથી એકનું કુદરતી રીતે મોત થયું હતું. ત્યારે હવે આરોપી આરત દિવાકર બિશ્નોઇની ધરપકડ કરાઇ છે. પોલીસે આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડીંડોલી પોલીસની 6 ટીમે કર્યું નાઇટ કોમ્બિંગ
બીજી તરફ સુરતમાં ડીંડોલી પોલીસની 6 ટીમે નાઈટ કોમ્બિંગ હાથ ધર્યું છે. પોલીસે ભેસ્તાન આવાસમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. DCP, PI સહિતના 150 પોલીસ કર્મીઓ જોડાયા હતા. ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોના ઘરે તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે કોમ્બિંગ દરમિયાન ડ્રોન કેમેરાની મદદ લેવાઈ છે.

CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા

સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ
