1 ફેબ્રુઆરીથી બદલાઈ રહ્યા છે આ 5 મોટા નિયમો, મધ્યમ વર્ગના ખિસ્સા પર પડશે સીધી અસર
Rule Changes From 1 February: 1લી ફેબ્રુઆરીથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરશે. તેની સાથે જ નવા મહિના સાથે કેટલાક નવા ફેરફારો પણ થવાના છે. આ ફેરફાર આર્થિક રીતે સંબંધિત છે. જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે.

1 ફેબ્રુઆરી 2025થી નવો મહિનો શરૂ થશે અને સાથે જ કેટલાક મહત્વના નીતિ-સંશોધનો અમલમાં આવશે. આ બદલાવ સીધા સામાન્ય લોકોની આર્થિક સ્થિતિ પર અસર કરી શકે છે. LPG ગેસ સિલિન્ડર, UPI ટ્રાન્ઝેક્શન, કારોની કિંમતો, બેંકિંગ નિયમો અને હવાઈ ઈંધણની કિંમતોમાં ફેરફારો થવા જઈ રહ્યા છે.

દર મહીનાની પહેલી તારીખે દેશભરમાં LPG સિલિન્ડરની કિંમતો પુનઃનિર્ધારિત થાય છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે બજેટના દિવસે કિંમતોમાં ઘટાડો થશે કે વધારો. અગાઉ 1 જાન્યુઆરીએ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (NPCI)એ કેટલીક UPI ટ્રાન્ઝેક્શન IDને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. 1 ફેબ્રુઆરી 2025થી માત્ર અલ્ફાન્યુમેરિક અક્ષરોવાળી ID સ્વીકારવામાં આવશે. જો ID અન્ય કોઈ સ્પેશ્યલ કેરેક્ટર સાથે હશે તો પેમેન્ટ ફેઇલ થઈ જશે.

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (MSIL)એ જાહેરાત કરી છે કે 1 ફેબ્રુઆરીથી તેમની કેટલીક મોડલની કિંમતોમાં વધારો થશે. કિંમતોમાં રૂ. 32,500 સુધીનો વધારો થઈ શકે છે. આમાં અલ્ટો K10, એસ-પ્રેસો, વેગન આર, સ્વિફ્ટ, બલેનો, ગ્રાન્ડ વિટારા જેવી કારો સામેલ છે.

કોટક મહિન્દ્રા બેંકે 1 ફેબ્રુઆરીથી તેમના ગ્રાહકો માટે બેંકિંગ સેવાઓ પર અમુક નવા નિયમો લાગુ કરવાના છે. ફ્રી ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા ઘટાડવામાં આવી શકે છે અને કેટલીક સેવાઓ પર નવી ફી લાગુ કરવામાં આવશે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહીનાની પહેલી તારીખે હવાઈ ઈંધણની કિંમતો સુધારે છે. જો 1 ફેબ્રુઆરીએ ATFના ભાવમાં વધારો થાય, તો હવાઈ પ્રવાસ મોંઘો બની શકે છે.
સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. બજેટ અંગે વધારે સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો.

































































