જો તમે આ રાજ્યમાં રહો છો, તો નહીં ભરવો પડે એક પણ રૂપિયો ટેક્સ, જાણો કેમ ?
દર વર્ષે રજૂ થતા કેન્દ્રીય બજેટમાં દરેકની નજર ટેક્સ પર ટકેલી હોય છે. સરકાર કર ઘટાડીને જનતાને થોડી રાહત આપશે તેવી આશા હોય છે. જે લોકો ટેક્સ બ્રેકેટમાં આવે છે તેઓ તેમની આવકનો એક નિશ્ચિત ભાગ ટેક્સ તરીકે ચૂકવે છે, પરંતુ ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાંથી સરકાર ટેક્સ વસૂલતી નથી.

દર વર્ષે રજૂ થતા કેન્દ્રીય બજેટમાં દરેકની નજર ટેક્સ પર ટકેલી હોય છે. સરકાર કર ઘટાડીને જનતાને થોડી રાહત આપશે તેવી આશા હોય છે. પરંતુ દર વર્ષે બજેટમાં આ અંગે મોટી જાહેરાત થાય તે જરૂરી નથી.

જે લોકો ટેક્સ બ્રેકેટમાં આવે છે તેઓ તેમની આવકનો એક નિશ્ચિત ભાગ ટેક્સ તરીકે ચૂકવે છે, પરંતુ ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાંથી સરકાર ટેક્સ વસૂલતી નથી.

સિક્કિમ ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં કોઈ કર ચૂકવવો પડતો નથી. હવે પ્રશ્ન એ છે કે ઉત્તર-પૂર્વીય રાજ્ય સિક્કિમને કરમુક્ત કેમ રાખવામાં આવ્યું છે ?

ભારતીય આવકવેરા કાયદાની કલમ 10 (26AAA) હેઠળ, ઉત્તરપૂર્વીય રાજ્ય સિક્કિમ ભારતનું એકમાત્ર રાજ્ય છે જેને કર ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કર મુક્તિ ભારતીય બંધારણની કલમ 371(F) હેઠળ સિક્કિમના વિશેષ દરજ્જાને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે.

1975માં સિક્કિમ ભારતમાં વિલય થયું અને ભારતનું 22મું રાજ્ય બન્યું. આ વિલીનીકરણ એ શરતે થયું કે સિક્કિમનું જૂનું કર માળખું વિલીનીકરણ પછી પણ ચાલુ રહેશે. સિક્કિમના કરવેરા નિયમો જણાવે છે કે તેના નાગરિકોએ તેમની આવક ગમે તે હોય, કેન્દ્રને કોઈપણ કર ચૂકવવાની જરૂર નથી.

આ મુક્તિ સિક્કિમની બહારની મિલકતોમાંથી ભાડાની આવક અથવા રાજ્યની બહારથી મળેલી કોઈપણ આવક પર માન્ય નથી. આ રાહત સિક્કિમની એ મહિલાઓને પણ લાગુ પડતી નથી, કે જેઓએ 1 એપ્રિલ, 2008 પછી રાજ્યના રહેવાસી ન હોય તેવા પુરુષ સાથે લગ્ન કર્યા છે.
સામાન્ય માણસ પોતાના ઘરના રોજબરોજના ખર્ચથી લઈને ભવિષ્યના ખર્ચને લઈને સંપૂર્ણ હિસાબ કિતાબ કરે છે. જ્યારે સરકાર આ પ્રકારના હિસાબો તૈયાર કરે છે, ત્યારે તેને ‘બજેટ’ કહેવામાં આવે છે. બજેટ અંગે વધારે સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો.

































































