Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ક્યા દેશનો કેપ્ટન છે સૌથી યુવા અને સૌથી મોટો ? જાણો
ચેમ્પિયન ટ્રોફી 2025ને શરુ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મેચની શરુઆત પાકિસ્તાનની યજમાનીથી થશે.ચેમ્પિયન ટ્રોફી 2025ની પહેલી મેચ 19 ફ્રેબ્રુઆરીના રોજ રમાશે. ટૂર્નામેન્ટમાં સામેલ 8 ટીમમાંથી 7 ટીમે પોતાની ટીમની જાહેરાત કરી ચૂકી છે. પરંતુ યજમાન પાકિસ્તાનની ટીમે હજુ જાહેરાત કરી નથી. તો ચાલો જાણીએ કે, ટૂર્નામેન્ટમાં મેદાનમાં ઉતરનાર ટીમના સૌથી યુવા અને સૌથી મોટી ઉંમરના કેપ્ટન કઈ ટીમના છે.

ચેમ્પિયન ટ્રોફી 2025ને શરુ થવાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. મેચની શરુઆત પાકિસ્તાનની યજમાનીથી થશે.ચેમ્પિયન ટ્રોફી 2025ની પહેલી મેચ 19 ફ્રેબ્રુઆરીના રોજ રમાશે. ટૂર્નામેન્ટમાં સામેલ 8 ટીમમાંથી 7 ટીમે પોતાની ટીમની જાહેરાત કરી ચૂકી છે. પરંતુ યજમાન પાકિસ્તાનની ટીમે હજુ જાહેરાત કરી નથી. તો ચાલો જાણીએ કે, ટૂર્નામેન્ટમાં મેદાનમાં ઉતરનાર ટીમના સૌથી યુવા અને સૌથી મોટી ઉંમરના કેપ્ટન કઈ ટીમના છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં નજમુલ હુસેન શાન્તોની કેપ્ટનશીપમાં બાંગ્લાદેશની ટીમ ઉતરશે. નજમુલ 26 વર્ષ 157 દિવસનો છે. તે ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી યુવા કેપ્ટન છે. ટીમની પહેલી મેચ 20 ફેબ્રુઆરીના રોજ રમાશે. બાંગ્લાદેશની ટીમ પ્રથમ મેચ ભારત સામે રમશે.

ચેમ્પિયન ટ્રોફીમાં હશમતુલ્લાહ શાહિદીની કેપ્ટનશીપમાં અફઘાનિસ્તાનની ટીમ ઉતરશે. તેની ઉંમર 30 વર્ષ 86 દિવસ છે. ચેમ્પિયન ટ્રોફીમાં ઉંમર મામલે બીજા નંબર પર છે. અફઘાનિસ્તાનની પહેલી મેચ 21 ફ્રેબુઆરીના રોજ રમશે. આ મેચમાં તેનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે.

ચેમ્પિયન ટ્રોફીમાં પેટ કમિન્સની કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ઉતરશે. તેની ઉંમર 31 વર્ષ 266 દિવસ છે. તે ચેમ્પિયન ટ્રોફીમાં તે ઉંમર મામલે ત્રીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચ 22 ફેબ્રુઆરીના રોજ ઈંગ્લેન્ડ સામે રમાશે.

ચેમ્પિયન ટ્રોફી માટે યજમાન ટીમ પાકિસ્તાને ટીમની જાહેરાત કરી નથી. પાકિસ્તાન વનડે અને ટી20 ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાન છે. જો પાકિસ્તાનની ટીમ રિઝવાનને કેપ્ટનશીપમાં ઉતારે છે. તો મોહમ્મદ રિઝવાન 32 વર્ષ 242 દિવસ છે. તે ચોથા નંબર પર છે.

ચેમ્પિયન ટ્રોફીમાં મિચેલ સેન્ટર કેપ્ટનશીપમાં ન્યુઝીલેન્ડની ટીમ ઉતરશે. તેની ઉંમર 32 વર્ષ 359 દિવસ છે.તે ચેમ્પિયન ટ્રોફીમાં ઉંમર મામલે પાંચમા નંબર પર છે. ન્યુઝીલેન્ડની પહેલી મેચ 19 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સામે રમશે.

ચેમ્પિયન ટ્રોફીમાં જોસ બટલરની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડની ટીમ મેદાનમાં ઉતરશે. તેની ઉંમર 34 વર્ષ 143 દિવસ છે. તે ચેમ્પિયન ટ્રોફીમાં ઉંમર મામલે છઠ્ઠા નંબર પર છે. ઈંગ્લેન્ડની પહેલી મેચ 22 ફેબ્રુઆરીના રોજ રમાશે. આ મેચમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.

ચેમ્પિયન ટ્રોફીમાં તેંબા બાવુમાની કેપ્ટનશીપ સાઉથ આફ્રિકાની ટીમ ઉતરશે. તેની ઉંમર 34 વર્ષ 257 દિવસ છે. તે ચેમ્પિયન ટ્રોફીમાં ઉંમર મામલે સાતમા નંબર પર છે. સાઉથ આફ્રિકાની પહેલી મેચ 21 ફેબ્રુઆરીના રોજ છે.

ચેમ્પિયન ટ્રોફીમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ ઉતરશે. તેની ઉંમર 37 વર્ષ 274 દિવસ છે. તે ચેમ્પિયન ટ્રોફીમાં ઉંમર મામલે આઠમાં નંબર પર સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. ભારતની પહેલી મેચ 20 ફેબ્રુઆરીના રોજ છે.
ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. જે પાંચ દિવસ સુધી ચાલે છે. ક્રિકેટના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો

































































