હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા

સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ IPLમાં મંબઇ ઇન્ડિયન્સ તરફથી 2015માં ડેબ્યૂ કર્યુ હતુ. તેણે કેકેઆર સામેની 31 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ બાદ સિલેક્ટર્સનું ધ્યાન ખેચ્યું હતું. 2016માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે હાર્દિક પંડ્યાની ભારતીય ટીમ માટે પસંદગી કરવામાં આવી હતી.

હાર્દિક પંડ્યાએ નવેમ્બર 2023 સુધીમાં ભારત માટે કુલ 189 મેચમાં 3649 રન કર્યા છે અને 174 વિકેટ ઝડપી છે. જેમાં એક સદી સામેલ છે, જે તેણે 2017માં શ્રીલંકા સામે ફટકારી હતી. આઇપીએલમાં 2022 ની સીઝનમાં ગુજરાત ટાઇટન્સએ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ખિતાબ જીત્યો હતો અને 2023માં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હાર્દિક પંડ્યા ડોમેસ્ટિક ક્રિકેટમાં બરોડા તરફથી રમ્યો છે.

Read More
Follow On:

IPL 2025 : હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ લાગ્યો, આઈપીએલ 2025ની પહેલી મેચ નહીં રમે

IPL 2025ની પ્રથમ મેચમાં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે નહીં. હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ ક્યા કારણોસર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ટીમ હારી ગઈ પણ હાર્દિક પંડ્યાએ જીતી લીધું દિલ, એક ઈશારો કરતા ફેન્સ જૂમી ઉઠયા, જુઓ વીડિયો

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની પ્રથમ સેમીફાઈનલ મેચમાં બરોડાની ટીમને મુંબઈના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. બરોડા માટે હાર્દિક પંડ્યા કોઈ ખાસ કમાલ બતાવી શક્યો ન હતો અને તેની ટીમ પણ હારી ગઈ હતી. પરંતુ મેચ દરમિયાન હાર્દિક પંડ્યાએ મેદાન પર કંઈક એવું કર્યું જેણે ચાહકોનું દિલ જીતી લીધું.

Year Ender : આ 4 કારણોને લીધે 2024માં હાર્દિક પંડ્યા ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ક્રિકેટર બન્યો

હાર્દિક પંડ્યા આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ક્રિકેટર બની ગયો છે. આ બાબતમાં તેણે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજોને પણ હરાવ્યા છે. અમે તમને જણાવી રહ્યા છીએ ચાર મહત્વના અને મોટા કારણો જેના કારણે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ક્રિકેટર બન્યો છે.

Year Ender : વિનેશ ફોગાટે હાર્દિક પંડ્યાને પછાડ્યો, તમામ સેલિબ્રિટીને પાછળ છોડી દેશમાં બની નંબર-1

વર્ષ 2024માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા ટોપ 10 ભારતીયોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમની વચ્ચે રમતગમતની હસ્તીઓનો દબદબો રહ્યો છે. જ્યારે રાજકીય હસ્તીઓ પણ સામેલ થઈ હતી. આ યાદીમાં વિનેશ ફોગટથી લઈને હાર્દિક પંડ્યા સુધીના નામ સામેલ છે. જેમાં બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેન, ક્રિકેટર અભિષેક શર્મા અને શશાંક સિંહના નામ પણ છે. જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ટોપ-10માંથી ગાયબ રહ્યા. ચાલો જાણીએ કે આ વર્ષે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ટોપ-10 ભારતીયોમાં આ સ્પોર્ટ્સ હસ્તીઓએ કયું સ્થાન હાંસલ કર્યું અને તેનું મુખ્ય કારણ શું હતું.

‘Pushpa 2’ માં હાર્દિક પંડ્યાનો મોટો ભાઈ? ફિલ્મમાં આ ચહેરો જોઈ ફેન્સ ચોંકી ગયા

'પુષ્પા 2' માં ખલનાયકની ભૂમિકા ભજવનાર ખૂબ જ ચર્ચામાં છે. તેનું કારણ છે તેનો દેખાવ. ફિલ્મમાં બતાવેલ તેનો લુક હાર્દિક પંડ્યાના મોટા ભાઈ અને ક્રિકેટર કૃણાલ પંડ્યાના લુક સાથે મેળ ખાય છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

હાર્દિક પંડ્યાની હોમ ટીમ બરોડાએ T20માં સૌથી વધુ સ્કોર બનાવવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા

તમામ સ્કોરને પાછળ છોડીને બરોડાની ટીમે નવો રેકોર્ડ બનાવ્યો છે. બરોડાની ટીમે T20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. બરોડાની ઈનિંગમાં કુલ 37 સિક્સર ફટકારવામાં આવી હતી.

6,6,6,4,6… હાર્દિક પંડ્યાનો આક્રમક અંદાજ, 21 વર્ષના ખેલાડીની ઓવરમાં ફટકાર્યા 28 રન, જુઓ વીડિયો

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હાર્દિક પંડ્યા એક પછી એક તોફાની ઈનિંગ રમી રહ્યો છે. બરોડા અને ત્રિપુરા વચ્ચેની મેચમાં પણ પંડ્યાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેચ દરમિયાન તેણે 21 વર્ષના બોલરની ઓવરમાં 28 રન પણ ફટકાર્યા હતા.

6,6,6,6,4… હાર્દિક પંડ્યાએ CSKના નવા બોલરને બરાબર ફટકાર્યો, જુઓ વીડિયો

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં હાર્દિક પંડ્યાનું શાનદાર ફોર્મ ચાલુ છે. તમિલનાડુ સામે રમાયેલી મેચમાં પણ તેણે મેચવિનિંગ ઈનિંગ રમી હતી. આ મેચ દરમિયાન તેણે CSKના નવા ફાસ્ટ બોલર ગુરજપનીત સિંહની 1 ઓવરમાં 29 રન ફટકાર્યા હતા, જેમાં ચાર સિક્સર અને એક ફોર સામેલ છે.

Mumbai Indians Squad : પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની કાંઈક આવી છે નવી ટીમ

MI Full Squad 2025 : રિટેન્શન બાદ મુંબઈ ઇન્ડિયન્સે મેગા ઓક્શનમાં એક નવી ટીમ બનાવી છે. જાણો નવી સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની આખી ટીમ કેવી છે? પાંચ વખત ચેમ્પિયન રહ્યા બાદ નવી ટીમ સાથે ફરી એક વખત ચેમ્પિયન બનવા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તૈયાર છે.

MI IPL Team 2025 Players : મુકેશ અંબાણીની ટીમમાં છે આ ધાકડ ખેલાડીઓ, ફ્રેન્ચાઈઝીએ ખર્ચ્યા 75,00,00,000 રૂપિયા

મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીઓને આઈપીએલની આગામી સિઝન માટે તેમની ટીમમાં સામેલ કર્યા છે. અહીં કેટલાક એવા ખેલાડીઓ છે જે અન્ય ટીમો પર ભારે પડશે.

Video : હાર્દિક પંડ્યાએ 5 સિક્સર અને 6 ફોર ફટકારી ટીમને અપાવી યાદગાર જીત

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં ગુજરાત સામેની મેચમાં બરોડા તરફથી રમતા ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને હાર્દિક પંડ્યાએ તોફાની બેટિંગ કરીને તેની ટીમને જીત અપાવી હતી. હાર્દિક પંડ્યાએ 5 સિક્સર અને 6 ફોર ફટકારીને વિરોધી ટીમને સ્તબ્ધ કરી દીધી હતી.

IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની પહેલી મેચ નહીં રમે હાર્દિક પંડ્યા, આ છે મોટું કારણ

હાર્દિક પંડ્યા IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સનો હિસ્સો છે. MI દ્વારા હાર્દિકને રિટેન કરવામાં આવ્યો છે, અને તે ટીમનો કેપ્ટન પણ છે. છતાં તે આ સિઝનની પ્રથમ મેચ રમશે નહીં. આવું કેમ થયું? જાણો આ અહેવાલમાં.

ICC રેન્કિંગમાં હાર્દિક પંડ્યાનો ધમાકો, બન્યો વર્લ્ડનો નંબર-1 ઓલરાઉન્ડર

ICCની નવી રેન્કિંગમાં હાર્દિક પંડ્યાએ ધમાકો કર્યો છે. તેણે T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ફરી પોતાનું વર્ચસ્વ જમાવી લીધું છે. પંડ્યા T20 ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બની ગયો છે. T20I કારકિર્દીમાં આ બીજી વખત છે જ્યારે પંડ્યા વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર બન્યો છે.

ભાઈની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે હાર્દિક પંડ્યા, 8 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટમાં વાપસી કરી

સાઉથ આફ્રિકા પ્રવાસ પરથી પરત ફર્યા બાદ હાર્દિક પંડ્યા હાલમાં રજાઓ પર છે પરંતુ તે ટુંક સમયમાં ફરીથી ક્રિકેટના મેદાનમાં પરત ફરી રહ્યો છે. જેનું કારણ ટીમ ઈન્ડિયાની કોઈ સીરિઝ નથી, તે એક સ્થાનિક ટૂર્નામેન્ટ છે, જેમાં હાર્દિકે BCCIને રમવાનું વચન આપ્યું હતું.

IND vs SA : સાઉથ આફ્રિકા સામે સિરીઝ જીત બાદ ટીમ ઈન્ડિયામાં નહીં જોવા મળે સૂર્યકુમાર યાદવ ! આ છે કારણ

સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 6 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકામાં T20 શ્રેણી જીતી છે. આ શ્રેણીમાં સુકાની તરીકે સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ હવે ભારતીય ચાહકો તેને મિસ કરશે. વાસ્તવમાં, તે હવે લાંબા વિરામ બાદ ભારતીય ટીમ માટે રમતો જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">