Mehsana : મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું થયુ મોત, મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે પરત લવાશે, જુઓ Video
પ્રયાગરાજમાં મહાકુંભમાં લાખો - કરોડની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ - વિદેશથી શાહી સ્નાન કરવા માટે આવે છે. ત્યારે ગઈકાલે મૌની અમાસના દિવસે મહાકુંભમાં ભાગદોડ થવાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
પ્રયાગરાજમાં મહાકુંભમાં લાખો – કરોડની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશ – વિદેશથી શાહી સ્નાન કરવા માટે આવે છે. ત્યારે ગઈકાલે મૌની અમાસના દિવસે મહાકુંભમાં ભાગદોડ થવાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું મોત થયું છે.સંગમ સ્થાન તરફ જતા શ્રદ્ધાળુને હાર્ટ એટેક આવ્યો છે. મૃતક અમદાવાથી મિત્રો સાથે બસમાં મહાકુંભમાં ગયા હતા. ત્યારે તેમનું મોત થયું છે. મૃતક મહેસાણાના કડા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. જો કે એમ્બ્યુલન્સ મારફતે મૃતકને વતન પરત લવાશે.
કુંભમેળામાં જતા દરમિયાન અકસ્માતમાં મહિલાનું મોત
બીજી તરફ કુંભમેળામાં જતા દરમિયાન કારનો અકસ્માત સર્જાયો છે. કારમાં સવાર નવસારીની મહિલાનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર ચિત્રકૂટ પાસે કારનો અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ મહિલાને હોસ્પિટલ ખસેડાઇ હતી. ગંભીર ઇજાના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. મહિલાના મોતથી પરિજનોમાં શોકનો માહોલ સર્જાયો છે.