Bonus Shares : 1 પર 4 શેર બોનસ આપશે આ કંપની, 6 મહીનામાં આપ્યું છે 194% વળતર
સંગમ ફિનસર્વ તેના રોકાણકારોને 4:1 ના રેશિયોમાં બોનસ શેરનું વિતરણ કરી રહી છે. એટલે કે, કંપની દરેક 1 શેર માટે 4 બોનસ શેર આપશે. કંપનીએ બોનસ શેરની રેકોર્ડ તારીખ 7 ફેબ્રુઆરી 2025 નક્કી કરી છે. કંપનીના શેર છેલ્લા 6 મહિનામાં 194% વધ્યા છે

નૉન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (NBFC) સંગમ ફિનસર્વ તેના રોકાણકારોને મોટી ભેટ આપી રહી છે. કંપની 4:1 રેશિયોમાં બોનસ શેર જાહેર કરી રહી છે, એટલે કે, દરેક 1 શેરની સામે 4 બોનસ શેર અપાશે. 7 ફેબ્રુઆરી 2025 બોનસ શેર માટે રેકોર્ડ તારીખ નક્કી કરવામાં આવી છે.

જાણકારી મળ્યા બાદ સંગમ ફિનસર્વના શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે BSE પર 5% વધીને ₹300.50 સુધી પહોંચ્યા. છેલ્લા 5 દિવસમાં શેરોએ 16%થી વધુ વૃદ્ધિ નોંધાવી છે.

છેલ્લા 6 મહિનામાં સંગમ ફિનસર્વના શેરોએ 194%નો ઉછાળો લીધો છે. 30 જુલાઈ 2024 ના રોજ આ શેરો ₹102.15 પર હતા, જે 30 જાન્યુઆરી 2025 સુધીમાં ₹300.50 સુધી પહોંચ્યા. છેલ્લા 3 મહિનામાં 54% વૃદ્ધિ જોવા મળી છે.

ગત 1 વર્ષમાં સંગમ ફિનસર્વના શેરોએ 300% થી વધુનો ઉછાળો લીધો છે. 30 જાન્યુઆરી 2024 ના રોજ શેરો ₹74.76 પર હતા, જે હવે ₹300.50 સુધી પહોંચી ગયા છે. છેલ્લાં 2 વર્ષમાં 430%, 3 વર્ષમાં 394%, અને 5 વર્ષમાં 723%ની વૃદ્ધિ જોવા મળી છે.

કંપનીએ અગાઉ 2017 અને 2018માં રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવ્યું હતું. પછી કંપનીએ પાત્ર રોકાણકારોને શેર દીઠ રૂ. 1 અને રૂ. 1.20નું ડિવિડન્ડ આપ્યું હતું.
શેરબજારને લગતી ઘણી માહિતી લોકો જાણવા માંગે છે તે સાથે રોકાણને લઈને પણ અવાર-નવાર અમે આપની સાથે માહિતી શેર કરતા રહીએ છીએ ત્યારે તે માહીતી જાણવા માટે અહીં ક્લિક કરો






































































