આવી રહી છે Marutiની શાનદાર કાર…30 KMની આપશે માઇલેજ !
આ વર્ષે મારુતિ તેના પોર્ટફોલિયોમાં ઘણા હાઇબ્રિડ મોડલ્સનો સમાવેશ કરવાની તૈયારી કરી રહી છે. રોડ ટેસ્ટિંગ દરમિયાન કંપનીનું એક હાઇબ્રિડ મોડલ જોવા મળ્યું છે. મારુતિ ટૂંક સમયમાં આ કાર બજારમાં લોન્ચ કરી શકે છે. ત્યારે આ કાર કઈ છે અને તેમાં કેવા પ્રકારના ફીચર્સ હશે, તેના વિશે આ લેખમાં જાણીશું.

આ વર્ષે મારુતિ તેના પોર્ટફોલિયોમાં ઘણા હાઇબ્રિડ મોડલ્સનો સમાવેશ કરવાની તૈયારી કરી રહી છે. રોડ ટેસ્ટિંગ દરમિયાન કંપનીનું એક હાઇબ્રિડ મોડલ જોવા મળ્યું છે.

મારુતિ ટૂંક સમયમાં તેની Frontx હાઇબ્રિડ કાર બજારમાં લોન્ચ કરી શકે છે. અહેવાલો અનુસાર, ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલ Fronxમાં મારુતિ સુઝુકીના હાઇબ્રિડ સેટઅપને નવા Z12E એન્જિન સાથે જોડી શકાય છે. આ એન્જિન નવી સ્વિફ્ટમાં પહેલાથી જ આપવામાં આવ્યું છે.

મારુતિની મજબૂત હાઇબ્રિડ સિસ્ટમ ગ્રાન્ડ વિટારા અને ઇન્વિક્ટો જેવી કારના હાઇબ્રિડ સેટઅપથી અલગ હોઈ શકે છે. આ એક રેન્જ એક્સટેન્ડર સિસ્ટમ હશે જેમાં બેટરી પેક રિચાર્જ કરવા માટે પેટ્રોલ પાવરટ્રેનનો ઉપયોગ કરવામાં આવશે. કારના વ્હીલ્સને પેટ્રોલ એન્જિનને બદલે ઇલેક્ટ્રિક મોટર દ્વારા પાવર આપવામાં આવશે.

સુઝુકીની નવી મજબૂત હાઇબ્રિડ સિસ્ટમનો ઉપયોગ ફ્રન્ટેક્સ જેવી એન્ટ્રી-લેવલ એસયુવીમાં કરવામાં આવશે. આ ઉપરાંત, એવી શક્યતા છે કે આ સિસ્ટમ આગામી પેઢીની બલેનો સાથે પણ ઓફર કરવામાં આવી શકે છે.

મારુતિની આગામી કારનું Z12E પેટ્રોલ એન્જિન 81.58 PS અને 111.7 Nm ટોર્ક જનરેટ કરે છે.નવી સ્વિફ્ટની માઈલેજ મેન્યુઅલ વેરિઅન્ટમાં 24.8 કિમી/લીટર છે અને AMT સાથે 25.75 કિમી/લીટર છે.એવી શક્યતા છે કે Fronx હાઇબ્રિડની માઈલેજ 30 કિમી/લીટરથી વધુ હોઈ શકે છે.
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..






































































