Shaving Tips : દાઢી કરવા કેવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ? ઠંડુ, ગરમ કે નોર્મલ, જાણી લો થશે ફાયદો
Best Shaving Water Temperature : શું તમે શેવિંગ કરતી વખતે બળતરા અને કટ વિશે ચિંતિત છો? યોગ્ય પાણી પસંદ કરવાથી તમારા શેવિંગ કરવાના અનુભવમાં સુધારો થઈ શકે છે. જે દરેક લોકોએ જાણવો જરૂરી છે.

દાઢી કરવા પહેલા એક જ સવાલ મગજમાં આવે છે કે, શેવિંગ માટે યોગ્ય પાણી - ગરમ, ઠંડુ કે નોર્મલ. ત્યારે અહીં આ અહેવાલમાં તમારા આ પ્રશ્નનો ઉકેલ આપવામાં આવ્યો છે.

Cold Water : ઠંડુ પાણી શેવિંગ પછી વાપરવા માટે સારું, તે ત્વચાને ઠંડુ પાડે છે અને છિદ્રો બંધ કરે છે.

Normal Water - જો હુંફાળું પાણી ઉપલબ્ધ ન હોય, તો નોર્મલ પાણીથી પણ શેવિંગ કરી શકાય છે, પરંતુ તે એટલું અસરકારક નથી.

Hot Water - શેવિંગ માટે શ્રેષ્ઠ છે કારણ કે તે વાળને નરમ બનાવે છે અને ત્વચાના છિદ્રો ખોલે છે.

શ્રેષ્ઠ શેવિંગ ટિપ્સની વાત કરવામાં આવે તો શેવિંગ કરતા પહેલા ચહેરો ધોઈ લો, સારી ગુણવત્તાવાળા રેઝર અને શેવિંગ ક્રીમનો ઉપયોગ કરવો જરૂરી છે.

અને આ બાદ હૂંફાળા પાણીથી શેવિંગ કરવાથી ત્વચાની બળતરા ઓછી થાય છે અને શેવિંગ વધુ સરળ અને આરામદાયક બને છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.)
દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. જીવન શૈલીના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

































































