Maha Kumbh 2025 : કુંભ મેળામાં મિત્રોથી અલગ થવાનું ટેન્શન નહિ રહે, ફોનમાં આ ફીચર ઓન કરો
દુનિયાનો સૌથી મોટું ધાર્મિક આયોજનમાંથી એક મહાકુંભ 2025માં કરોડો શ્રદ્ધાળુંઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આ મહાકુંભમાં ભીડને લઈ મનમાં અનેક સવાલો થતાં હોય છે. કે, પરિવાર સાથે કે મિત્રો સાથે મહાકુંભમાંથી અલગ ન થઈ જાવ, તો તમારી આ ચિંતા દુર કરવા અમે આજે તમને એક મહત્વની વાત જણાવીશું.

જો તમે પણ મહાકુંભમાં જઈ રહ્યા છો અને પ્રયાગરાજ જવા ઈચ્છો છો તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે. આજે અમે તમને એક એવી વાત કહીશું, જેનાથી તમે મહાકુંભમાં એકલા આરામથી ફરી શકશો.

મહાકુંભ મેળો 13 જાન્યુઆરીથી શરુ થયો છે, જે 26 ફ્રેબુઆરી સુધી ચાલશે. મહાકુંભમાં 6 શાહી સ્નાન હશે. જો તમે પણ તમારા પરિવારની સાથે મહાકુંભ મેળમાં જઈ રહ્યા છો. તો મોબાઈલમાં આ સેટિંગ એક વખત જરુર ચેક કરી લેજો.

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં મંગળવાર-બુધવારની રાત્રે ભાગદોડ થઈ હતી. જેમાં અંદાજે 30 લોકોના મોત થયા છે. તેમજ આ ભાગદોડમાં કેટલાક સભ્યો પરિવારથી અલગ પણ થયા છે.

પ્રિયજનોથી અલગ થવાનું ટેન્શન 2025ના મહાકુંભમાં હવે નહિ રહે, તમારે Google Mapsનું આ ફીચર ચાલુ કરવાનું રહેશે. જો તમે મહાકુંભમાં જવાની તૈયારી કરી રહ્યા છો, તો ગૂગલ મેપ્સ એપનું આ ફીચર તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

તમામ સ્માર્ટફોનમાં પ્રી-ઈન્સટોલ્ડ ગુગલ મેપ એપમાં એક શાનદાર ફિચર રિયલ-ટાઈમ લોકેશન શેરિંગનો ઓપ્શન આપે છે. આ ફીચરની સાથે તમે તમારું અને પરિવારના લોકોનું લોકેશન શેર કરી શકો છો. જેમાં તમે જાણી શકો છો કે, કઈ વ્યક્તિ ક્યાં છે.

જો એક વખત તમે આ ફિચર ઓન કરી દેશો. તો પરિવાર કે પછી ગ્રુપના તમામ લોકો એકબીજા સાથે જોડાયેલા રહેશે અને એકબીજાનું લોકેશન પણ જાણી શકશે.સૌથી પહેલાGoogle Maps ઓપન કરો, ત્યારબાદ સ્ક્રીન પર આપેલી પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરો અહિ તમે લોકેશન શેરિંગનો ઓપ્શન પસંદ કરો. ત્યારબાદ શેર લોકેશન વિક્લપ ક્લિક કરો. હવે તમે પરિવારના એ લોકો પર ક્લિક કરો, જેની સાથે તમે લોકેશન શેર કરવા માંગો છો.
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો

































































