Surat: શિફ્ટ પૂરી થઇ તો લોકો પાયલટ ટ્રેન ત્યાં જ મુકીને જતો રહ્યો, અઢી કલાક સુધી અનેક ટ્રેનના રુટ અને મુસાફરો અટવાયા, જુઓ Video
સુરતના કીમ રેલ્વે સ્ટેશન પર એક અજીબો ગરીબ અને ગંભીર ઘટના સામે આવી છે. સુરતના આ સ્થળે પાયલટ પોતાની શિફ્ટ પૂરી થયા પછી ગુડ્સ ટ્રેન છોડીને ચાલ્યો ગયો ગયો.જે પછી આ ટ્રેન અઢી કલાક સુધી એ જ ટ્રેક પર ઊભી રહી અને આ ટ્રેક પર જનારી અનેક ટ્રેન અટવાઇ હતી.

જ્યારે પાઇલટની શિફ્ટ પૂરી થઈ, ત્યારે તેણે કોઈપણ સૂચના વિના ટ્રેન છોડી દીધી અને તેના કારણે બીજી અનેક ટ્રેન અટવાઈ ગઈ હતી.પ્લેટફોર્મ પર માલગાડી ઉભી હોવાથી પેસેન્જર ટ્રેન સમયસર દોડી શકી નહીં.બાદમાં બીજો લોકો પાયલોટ સ્ટેશન પર પહોંચ્યો હતો બાદમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું અને ટ્રેનને રવાના કરી હતી.
આ ઘટનાના પગલે મુસાફરોને ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. કિમ સ્ટેશન પર માલગાડી પ્લેટફોર્મ પર ઉભી રહી હતી, જેના કારણે પેસેન્જર ટ્રેન બીજા ટ્રેક પર રોકાઈ ગઈ અને મુસાફરોને લાંબા સમય સુધી રાહ જોવી પડી.
આ અણધારી ઘટનાને કારણે મુસાફરોને કલાકો સુધી અસુવિધાનો સામનો કરવો પડ્યો, જેના કારણે સ્ટેશન પર અંધાધૂંધી ફેલાઈ ગઈ. આ ઘટના દર્શાવે છે કે ટ્રેન સંચાલનમાં શિફ્ટ ફેરફાર દરમિયાન યોગ્ય વ્યવસ્થાપન નહીં કરવામાં આવે તો મુસાફરોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.