Battery Alert : Phone ચાર્જમાં મુકી સ્વિચ પાડવાનું ભૂલી ગયા તો ફોન અપાવશે તમને યાદ ! બસ કરી લો આ સેટિંગ્સ
Battery Sound Notification : તમારા ફોનને ચાર્જર સાથે કનેક્ટ કરો, તમારા ફોનને ચાર્જિંગ માંથી નીકાળો, તમારા ફોનની બેટરી ફુલ થાય, તમારા ફોનની બેટરી લો થાય,આ બધા જ નોટિફિકેશન તમને આ એપ સાઉન્ડ આપી જણાવતુ રહેશે. તો ચાલો અહીં જાણીએ

શું તમારી સાથે પણ એવું ક્યારે થયું છે કે તમે ફોન ચાર્જિંગમાં મૂક્યો હોય પણ સ્વિચ ચાલુ કરવાની રહી ગઈ હોય, અને પછી જ્યારે જરુરી કામથી બહાર જવાનું થાય તો ફોન ચાર્જ થયા વગર જ લઈ જવો પડે છે. ત્યારે આજે અને તમારી આ પ્રોબ્લેમ નું સોલ્યુશન લઈને આવ્યા છે

હવે તમે તમારો ફોન જ્યારે ચાર્જિંગમાં મૂકશો કે તરત જ તમારા ફોનમાંથી લાઉડ નોટિફિકેશન વાગશે જેનાથી તમને ખબર પડે કે તમારો ફોન ચાર્જ થઈ રહ્યો છે તેમજ તમારા ફોનમાં ચાર્જિંગ થઈ જશે ત્યારે પણ ફોનમાંથી તે અવાજ આવશે આથી તમે ચાર્જિંગની સ્વિચ બંધ કરી શકો છો તેના માટે કઈ ખાસ કરવાની જરુર થઈ તમે આ નોટિફિકેશનને તમારી રીતે કસ્ટમાઇઝ કરી શકો છો.

આ માટે તમારી પાસે ત્રણ વિકલ્પ છે 2 વિકલ્પ તમે તમારા ફોનના સેટિંગ્સમાં જ જઈને સેટ કરી શકો છો તે સિવાય ત્રીજો એક ઓપ્શન 3rd party applicationનો છે. ત્યારે ચાલો જાણીએ આ માટે તમારે શું કરવાનું રહેશે

સૌથી પહેલા તમે તમારા ફોનના સેટિંગ્સમાં જાવ ત્યાં તમને એક Sound and Notificationનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો

હવે તમે નીચે જશો ત્યાં તમને Charging Sound and Vibrationનો ઓપ્શન દેખાશે, હવે તેને ઓન કરી લો બસ આટલુ કરશો કે તમારા ફોનને તમે જ્યારે ચાર્જમાં મુકશો ત્યારે સાઉન્ડની સાથે વાઈબ્રેશન પણ થશે

બીજો ઓપ્શન માટે પહેલા સેટિંગ્સ પર જાઓ. બેટરી અથવા Battery and performance પર ટેપ કરો. હવે અહીંથી Charging વિભાગમાં જાઓ, ત્યાં તમને Charging sound or Charging નોટિફિકેશનનો વિકલ્પ મળશે.હવે તેના પર ક્લિક કરો બસ આટલુ કરતા તમારા ફોનમાં તે ઓપ્શન ઓન થઈ જશે

હવે તમારા ફોનમાં આ બન્ને સેટિંગ્સ નથી તો તમે 3rd party applicationનો ઉપયોગ કરવો પડી શકે છે જે તમારા ફોનને ચાર્જર સાથે કનેક્ટ કરો, તમારા ફોનને ચાર્જિંગ માંથી નીકાળો, તમારા ફોનની બેટરી ફુલ થાય, તમારા ફોનની બેટરી લો થાય,આ બધા જ નોટિફિકેશન તમને આ એપ સાઉન્ડ આપી જણાવતુ રહેશે. આ એપ્લિકેશનનું નામ Battery Sound Notification છે જે ઈન્સ્ટોલ કરવાની રહેશે, તેમા તમને ઘણા બધા ઓપ્શન મળશે.

જેમા કનેક્ટથી લઈને ડિસકનેક્ટ , ચાર્જિંગ ફુલ, બેટલી લો સહિત તમે જે ચાહો તે નોટિફિકેશન મેળવી શકો છો
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

































































