ગંભીરના કોચ બનતા જ 3 વર્ષ બાદ આ ખેલાડીની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી!

ગૌતમ ગંભીરના ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનતાની સાથે જ 3 વર્ષથી ભારતીય નેશનલ ટીમની બહાર ચાલી રહેલ ખેલાડીનું નસીબ ચમકી શકે છે. આ ખેલાડીએ 2019માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને 2021માં શ્રીલંકા સામે તેની છેલ્લી મેચ રમી હતી.

| Updated on: Jul 18, 2024 | 4:18 PM
ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો નવો હેડ કોચ છે. તે શ્રીલંકા પ્રવાસથી કોચિંગની જવાબદારીઓ સંભાળવા જઈ રહ્યો છે. ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ ટીમ ઈન્ડિયામાં ઘણા ફેરફારોની આશા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગંભીરના આવવાથી ઘણા ખેલાડીઓની કિસ્મત સુધરી શકે છે અને ઘણા લોકો માટે ટીમ ઈન્ડિયામાં નો એન્ટ્રી બોર્ડ પણ લગાવવામાં આવી શકે છે.

1 / 6
નવદીપ સૈની એવા ખેલાડીઓમાંથી એક છે, જેનું નસીબ ફરી ચમકશે તેવી સંભાવના છે. એવી અટકળો છે કે ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા બાદ નવદીપ સૈની ફરીથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરતો જોવા મળી શકે છે.

2 / 6
નવદીપ સૈનીએ વર્ષ 2021માં ભારત માટે તેની છેલ્લી મેચ 28 જુલાઈએ શ્રીલંકા સામેની T20 મેચમાં રમી હતી. પરંતુ, તે પછી તે ટીમની બહાર થઈ ગયો અને પરત ફરી શક્યો નહીં. હવે ઝડપી બોલર નવદીપ સૈનીની 3 વર્ષ બાદ વાપસીના સમાચાર માત્ર એટલા માટે હેડલાઈન્સ બનાવી રહ્યા છે કારણ કે તેના મુખ્ય કોચ બનેલા ગૌતમ ગંભીર સાથે સારા સંબંધો છે.

3 / 6
નવદીપ સૈનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમનું જીવન ગૌતમ ભૈયાને સમર્પિત છે. સૈનીનું આવું કહેવાનું કારણ ગૌતમ ગંભીરે તેના માટે લડેલી લડાઈ હતી. વાસ્તવમાં, નવદીપ સૈનીને દિલ્હીની ટીમમાં સ્થાન અપાવવા માટે ગૌતમ ગંભીરે એકવાર પસંદગીકારો સાથે ઝઘડો પણ કર્યો હતો. હવે આ બાબતો પરથી ગંભીર અને સૈની વચ્ચેના કનેક્શનનો અંદાજ લગાવી શકાય છે.

4 / 6
નવદીપ સૈનીએ વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે રમ્યો છે. તેણે તેની પ્રથમ T20 ઓગસ્ટ 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. જ્યારે ડિસેમ્બર 2019માં જ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની પ્રથમ ODI રમી હતી. નવદીપ સૈનીએ વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

5 / 6
નવદીપ સૈનીએ ભારત માટે અત્યાર સુધીમાં 2 ટેસ્ટ, 8 ODI અને 11 T20I મેચ રમી છે. આમાં તેના નામે 4 ટેસ્ટ વિકેટ, 6 ODI વિકેટ અને 13 T20 વિકેટ છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">