PM મોદી સાથેની મુલાકાત બાદ મસ્કાની માફક પિગળ્યાં મસ્ક, ટેસ્લા ભારતમાં કરશે એન્ટ્રી
ઓટોમોબાઈલ ક્ષેત્રની જાણીતી કંપની, ટેસ્લાના ભારતમાં પ્રવેશ માટેનો માર્ગ લગભગ મોકળો અને સ્પષ્ટ થયેલો જણાય છે. ટેસ્લા ઇન્ડિયાએ LinkedIn પર ભારત માટે નોકરીઓની જાહેરાત કરી છે. આ નોકરીઓ મુંબઈ માટે છે.


અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ઼્ ટ્રમ્પે શરૂ કરેલ ટેરિફ વોર વચ્ચે અમેરિકાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેસ્લાના એલન મસ્ક વચ્ચે યોજાયેલી મુલાકાત સફળ રહેવા પામી હોય તેમ છે. ટેસ્લાએ હવે ભારતમાં નવી નોકરીઓ માટે રોજગાર ઈચ્છુકો પાસેથી અરજી મંગાવી છે.

ભારત છેલ્લા ઘણા સમયથી ટેસ્લાને દેશમાં લાવવાની તૈયારી કરતુ હતું. ટેસ્લા પણ ભારતમાં પ્રવેશવા આતુર હતી, પરંતુ ભારતના કર અને અન્ય જોગવાઈઓ અનુકુળ નહોતી. હવે જ્યારે ડોનાલ઼્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે અને ટેરિફ પ્રત્યે તેમનું કડકાઈ ભર્યું વલણ દેખાઈ રહ્યું છે. તેવામાં ભારતે વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે બજેટમાં આયાત ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આનાથી સ્પષ્ટ છે કે ભારત અમેરિકાના ટેરિફ વોરથી દૂર રહેવા માંગે છે અને બિઝનેસ વધુ વધારવા માંગે છે. આવો અમે તમને એ પણ જણાવીએ કે ટેસ્લા તરફથી હાયરિંગને લઈને કેવા પ્રકારની રિપોર્ટ સામે આવી છે.

અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાએ ભારતમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરી છે. આમાં બિઝનેસ ઑપરેશન એનાલિસ્ટ્સ અને કસ્ટમર સપોર્ટ સ્પેશિયાલિસ્ટ્સનો સમાવેશ થાય છે, જે ભારતમા ટેસ્લા કંપનીના પ્રવેશ માટેનો સંકેત ગણી શકાય છે. કંપનીની વેબસાઇટ પર ભરતીની નોકરીની સૂચના અનુસાર, આ પોસ્ટ્સ મુંબઈ ઉપનગરીય વિસ્તાર માટે છે. Linkedin જોયા પછી જાણવા મળ્યું કે ટેસ્લા મુંબઈ માટે હાલમાં 13 લોકોને નોકરી પર રાખવા જઈ રહી છે.

આ નોકરીઓમાં સર્વિસ કન્સલ્ટન્ટ્સ, પાર્ટ્સ કન્સલ્ટન્ટ્સ, સર્વિસ ટેકનિશિયન, સર્વિસ મેનેજર્સ, સેલ્સ એન્ડ કસ્ટમર સપોર્ટ, સ્ટોર મેનેજર્સ, સેલ્સ એન્ડ કસ્ટમર સપોર્ટ, બિઝનેસ ઑપરેશન એનાલિસ્ટ્સ, કસ્ટમર સપોર્ટ સુપરવાઈઝર, કસ્ટમર સપોર્ટ સ્પેશિયાલિસ્ટ, ડિલિવરી ઑપરેશન્સ સ્પેશિયાલિસ્ટ, ઑર્ડર ઑપરેશન્સ સ્પેશિયાલિસ્ટ્સ, ઇનસાઇડ મેનેજર્સ મેનેજર્સ અને કસ્ટમર કન્સલ્ટન્ટ્સનો સમાવેશ થાય છે.

સ્લા દ્વારા ભારતમાં નિમણૂંકો કરવાની જાહેરાત, કંપનીના સ્થાપક અને અમેરિકન અબજોપતિ એલન મસ્કની ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તાજેતરની બેઠક પછી કરવામાં આવી છે. ભારતીય બજારમાં ટેસ્લાની સંભવિત એન્ટ્રીની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. ગયા એપ્રિલમાં, એલોન મસ્કે ટેસ્લાની વિશાળ જવાબદારીઓને ટાંકીને છેલ્લી ઘડીએ ભારતની તેમની આયોજિત મુલાકાત મુલતવી રાખી હતી. જો કે, પ્રસ્તાવિત મુલાકાતે એવી અપેક્ષાઓ વધારી હતી કે મસ્ક ભારતમાં ટેસ્લા ઇલેક્ટ્રિક કારના વેચાણ માટે શક્ય તેટલી વહેલી તકે વધુ યોજનાઓની જાહેરાત કરશે.

ટેસ્લા દ્વારા ભરતી કરવામાં આવી રહી છે તે ઘણા ફેરફારો તરફ ઈશારો કરી રહી છે. વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ અને ટ્રમ્પના સૌથી નજીકના સલાહકાર મસ્કની ભારતમાં નિમણૂક સ્પષ્ટપણે દર્શાવે છે કે ટેરિફને લઈને ટ્રમ્પ વહીવટીતંત્ર અને ભારત વચ્ચે જે ઝઘડો ચાલી રહ્યો હતો તે હવે શાંત થઈ રહ્યો છે. ટ્રમ્પ પહેલાથી જ ભારતને ટેરિફ કિંગ ગણાવતા આવ્યા છે. આવી સ્થિતિમાં, ટેસ્લા માટે ભારતમાં ભરતી એ પણ સંકેત આપે છે કે ટેક્સને લઈને બંને પક્ષો વચ્ચે વાટાઘાટો થઈ ગઈ છે. ભારતે તેની EV નીતિમાં ઘણા ફેરફારો કર્યા છે અને ટેક્સમાં ઘટાડો કર્યો છે. જેની ઇલોન મસ્ક માંગ કરી રહી હતી.
દેશ વિદેશની કાર અને તેને લગતા મહત્વના સમાચાર અંગે આપ અમારા ઓટોમોબાઈલ ટોપિક પર ક્લિક કરીને જાણી શકો છો.






































































