ભક્તિ
ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. – ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે.વ્યક્તિએ વ્યક્તિએ ભક્તિની રીત જુદી હોઈ શકે પરંતુ આપણે નવધા ભક્તિ માટે વિચારીએ તો નામ સ્મરણ, કીર્તન, ભજન, પૂજા, સત્સંગ, સેવા આ બધુ જ નિયમિત રીતે કરવું જ રહ્યું, ભક્તિ એ કર્મકાંડ નથી એ તો ખરેખર તો હૃદય અને આત્માની સ્ફુરણા છે. જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિ કોની કરવી, કેમ કરવી, કઈ રીતે કરવી તે માટે નવધા ભક્તિ અંગે સમજણ હોવી જરૂરી છે. આ ભક્તિ નવ પ્રકારે થાય છે.આ નવ પ્રકાર છે શ્રવણ,કીર્તન,સ્મરણ,પાદસેવન,અર્ચન,વંદન,દાસ્ય(દાસ),સખ્ય(સખા),આત્મનિવેદન.