અમિત શાહના મતવિસ્તાર માણસામાં ભાજપનો ભવ્ય વિજય, 28માંથી 27 બેઠક પર મળી જીત, જુઓ Video
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. ત્યારે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. અમિત શાહના મતવિસ્તાર અને વતન એવા માણસામાં ભાજપને ભવ્ય જીત મળી છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. ત્યારે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. અમિત શાહના મતવિસ્તાર અને વતન એવા માણસામાં ભાજપને ભવ્ય જીત મળી છે.
ગાંધીનગરના માણસામાં 28 પૈકી 27 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસને માત્ર એક જ બેઠક પર વિજય પ્રાપ્ત થયો છે. માણસામાં ભાજપને ક્લીન સ્વીપ કરવામાં માત્ર એક જ બેઠક ખૂટી છે. માણસામાં વોર્ડ નંબર 1,2,4,5,6 અને 7માં ભાજપનો વિજય થયો છે. જ્યારે માત્ર વોર્ડ નંબર 3માં કોંગ્રેસનો એક ઉમેદવારનો વિજય થયો છે. ભાજપના કાર્યકરો દ્વારા જીતને વધાવવામાં આવી છે. ગુલાલ ઉડાડી અને ઢોલ નગારા સાથે ઉજવણી કરી છે.