Travel Tips : જો તમે પણ ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં જઈ રહ્યા છો, તો આ સ્થળોની મુલાકાત જરુર લેજો
મહાશિવરાત્રીના મેળાને લાખો ભાવિકોની આસ્થા, આગમન તેમજ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ માનવામાં આવે છે. આ પ્રસિદ્ધ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. તો જો તમે પણ જૂનાગઢ મહાશિવરાત્રીના આસપાસના આ સ્થળો પર ફરવાનો પ્લાન બનાવી શકો છો.

મહાશિવરાત્રીના મેળાને ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ માનવામાં આવે છે.ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં દેશ વિદેશી પણ ભક્તો આવતા હોય છે.ભક્તો ભગવાન શિવની ભક્તિમાં લીન થાય છે અને જય ગિરનારી, બમ બમ ભોલે અને હરહર મહાદેવના નારા સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે.

ભવનાથના મેળામાં મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ ભગવાન ભવનાથની પૂજા કરવામાં આવે છે. મહાપૂજાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ-સંતો ખુબ મોટી સંખ્યામાં આવે છે. દર્શનને આવતા લોકો માટે ઠેર ઠેર જગ્યાઓએ અન્નક્ષેત્ર પણો ખુલ્લા મુકવામાં આવે છે.

જો તમે પણ જૂનાગઢમાં ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો જૂનાગઢની આજુબાજુ આવેલા આ ફરવા લાયક સ્થળો પર પણ જવાનો પ્લાન બનાવી શકો છો. તહેવારો અને રજાઓના દિવસોમાં જૂનાગઢના ફરવાલાયક સ્થળો પર પ્રવાસીઓની ભીડ જામે છે.

ત્યારબાદ તમે ભવનાથમાં જ આવેલો દામેદર કુંડ આ કુંડમાં ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, ક્ષિપ્રા, ચર્મણ્યવતી, ગોદાવરી વગેરે તીર્થ સ્વરૂપ ગણાતી નદીઓએ ત્યાં વાસ કર્યો હોવાની પણ માન્યતા છે.

પ્રકૃતિપ્રેમીઓ માટે તો જૂનાગઢ જ એમનું સ્વર્ગ છે, તેમાં ખાસ કરીને ભવનાથમાં કાશ્મીર બાપુ આશ્રમ, જટાશંકર, લાલઢોરી તેમજ ભવનાથમાં આવેલા મંદિરોની પણ મુલાકાત લઈ શકો છે.

આમ તો ભવનાથમાં જ અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. મેળાની મુલાકાત લીધા બાદ તમે ગિરનાર જવાનો પણ પ્લાન બનાવી શકો છો. અહી હવે રોપ વેની પણ સુવિધા થઈ ચૂકી છે. તો તમે પગથિયા ચઢી કે પછી રોપ વે દ્વારા ગિરનારની મુલાકાત લઈ શકો છો.

અશોક શિલાલેખની પણ તમે મુલાકાત લઈ શકો છો. તેમજ ઉપરકોટ કિલ્લો ગુજરાતના જુનાગઢની પૂર્વ બાજુએ આવેલ એક કિલ્લો છે. અહી તમે નીલમ અને માણેક તોપો,રાણકદેવી મહેલ અથવા જામા મસ્જિદ,નુરી શાહની કબર,અડી કડી વાવ,નવઘણ કૂવાની પણ મુલાકાત લઈ શકો છો.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































