UAE ના BAPS હિંદુ મંદિરે શેખ નાહયાન મુબારક અલ નાહયાનની ઉપસ્થિતિમાં એક વર્ષની કરાઈ ઉજવણી
યુનાઈટેડ આરબ અમિરાત ખાતે ગત વર્ષે બીએપીએસ સંસ્થાના હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એક વર્ષમાં મંદિર દ્વારા હાંસલ કરવામાં આવેલ વિવિધ સિદ્ધિઓને વાર્ષિક દિવસે વર્ણાવવામાં આવી હતી. મંદિરના એક વર્ષની ઉજવણીમાં યુનાઈટેડ આરબ અમિરાત અબુધાબીના વિશિષ્ટ મહાનુભાવ, ભારતીય સમુદાયના વિવિધ મહાનુભાવ અને અનેક શ્રદ્ધાળુ, સત્સંગીઓ તેમજ સેવક ગણ ઉપસ્થિત રહ્યાં હતા.


યુનાઈટેડ આરબ અમિરાતના અબુધાબીમાં એક વર્ષ પહેલા બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ)ના મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને અનુરુપ અબુધાબી સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે શેખ નાહયાન મુબારક અલ નાહયાન સહીતનાની વિશેષ ઉપસ્થિતિમાં એક વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

"ધ ટેમ્પલ: હાર્ટ ઓફ ધ કોમ્યુનિટી"ના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં, શેખ નાહયાન મુબારક અલ નાહયાન, પોર્ટુગલથી સીધા આવી પહોચ્યાં હતા. તેમની સાથે 450 મહાનુભાવો, રાજદૂતો, સરકારી અધિકારીઓ અને ધાર્મિક નેતાઓ સાથે રાષ્ટ્રપતિની કોર્ટના વિશેષ બાબતોના સલાહકાર, મહામહિમ શેખ મોહમ્મદ બિન હમાદ બિન તહનોન અલ નાહયાન જોડાયા હતા.

શેખ નાહયાન મુબારક અલ નાહ્યાને સભાને સંબોધિત કરી, એકતા, સંવાદિતા, સાંસ્કૃતિક સમજણ અને દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે મંદિરની ઊંડી અસર અને મહત્વ પર ભાર મૂક્યો. તેમણે શ્રદ્ધા અને સેવાના પ્રતીક તરીકે મંદિરની ભૂમિકા વિશે વાત કરતાં કહ્યું, "તે એક સુંદર મંદિર છે જે સમુદાયને એક સાથે લાવી રહ્યું છે."

અબુધાબીના આ હિન્દુ મંદિરમાં છેલ્લા એક વર્ષમાં 2.2 મિલિયન મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. 1.3 મિલિયન મુલાકાતીઓને વિનામૂલ્યે ભાવભીનુ ભોજન પીરસવામાં આવ્યું હતું. 1,000 ધાર્મિક વિધિ અને 20 લગ્ન કરવામાં આવ્યા હતા.

સ્વામી બ્રહ્મવિહારીદાસે સમજાવ્યું કે કેવી રીતે મંદિર સમુદાયનું હૃદય છે, એક એવી જગ્યા જે આત્માને પોષણ આપે છે અને સમાજના બંધનોને મજબૂત બનાવે છે.

સ્વામી બ્રહ્મવિહારીદાસે સમજાવ્યું કે કેવી રીતે જીવનમાં બધું હાંસલ કર્યા પછી પણ, વ્યક્તિ હજી પણ કંઈક શોધી રહ્યો છે. એક ઊંડો સંતોષ જે ખરીદી અથવા માપી શકાતો નથી. તેમણે કહ્યું કે મંદિર એ વ્યક્તિ જે શોધી રહ્યો છે તે ખૂટતું તત્વ પ્રદાન કરે છે.
સાઉદી અરેબિયામા અનેક ભારતીયો વસવાટ કરે છે. સાઉદી અરેબિયાને લગતા સમાચાર જાણવા માટે સાઉદી અરેબિયા ટોપિક પર ક્લિક કરો






































































