આખી જીંદગી વાંચતા વાંચતા નીકળી ગઇ, પણ 1 થી 10ના આંકડા કેમ બનાવાયા તેનું લોજિક આ Videoથી સમજાયુ
આજ સુધી શાળામાં કોઇ શિક્ષકોએ વિદ્યાર્થીઓને 1ને એક જ કેમ લખવામાં આવે છે. તેના પાછળનું કારણ શું છે ? 4ને 4, 6ને 6 જ કેમ લખવામાં આવે છે. આ તમામ આંકડાઓનો આવો આકાર બનાવવા પાછળનું કારણ શું છે, તે કોઇએ સમજાવ્યુ નથી. જો કે એક વીડિયોએ આ પાછળનું કારણ જણાવી દીધુ છે.
આપણે નાના હોઇએ છીએ ત્યારથી જ આપણને ગણતરી શીખવવાનું શરુ કરી દેવામાં આવે છે. નાના બાળકોને 1 ના આંકડાથી શિક્ષણ આપવાની શરુઆત કરવામાં આવે છે. જો કે આજ સુધી શાળામાં કોઇ શિક્ષકોએ વિદ્યાર્થીઓને 1ને એક જ કેમ લખવામાં આવે છે. તેના પાછળનું કારણ શું છે ? 4ને 4, 6ને 6 જ કેમ લખવામાં આવે છે. આ તમામ આંકડાઓનો આવો આકાર બનાવવા પાછળનું કારણ શું છે, તે કોઇએ સમજાવ્યુ નથી. જો કે એક વીડિયોએ આ પાછળનું કારણ જણાવી દીધુ છે.
આ વાયરલ વીડિયોમાં એક શિક્ષક દરેક અંકના આકાર પાછળનું કારણ જણાવે છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે આ અંકોને તેમના એંગલના આધારે આકાર આપવામાં આવ્યો છે. બે લાઇન મળીને એક ખુણો બનાવે છે. જે એંગલ બને છે. એક લખવામાં બે લાઇન ભેગી થાય છે. તેમાં એક ખુણો બને છે. 2 લખવામાં 2 ખૂણા એટલે કે 2 એંગલ બને છે. આ જ રીતે 1થી 9ના આંકડા સુધીમાં 1થી લઇને 9 એંગલ બને છે. તે એંગલના આધારે આ આંકડા બનાવવામાં આવ્યા છે. આ વીડિયો જોઇને તમને આ સમગ્ર તર્ક સમજાશે.
આ વીડિયોથી 1થી 9ના અંક બનાવનારાનો હેતુ જાણવા મળ્યો છે. આ તર્ક સમજ્યા પછી ગણિત આપણા માટે એકદમ સરળ બની જશે.