Panchmahal : હાલોલ નગરપાલિકામાં ભાજપને ક્લીન સ્વીપ, 36 બેઠક પર મળી જીત, જુઓ Video
પંચમહાલાના હાલોલ નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. પંચમહાલના હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠક પર ભાજપનો વિજય થયો છે. હાલોલ નગરપાલિકામાં કુલ 9 વોર્ડના 36 પૈકી 21 બિનહરીફ થઈ હતી. 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપે કબજે કરી છે.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. પંચમહાલાના હાલોલ નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. પંચમહાલના હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠક પર ભાજપનો વિજય થયો છે. હાલોલ નગરપાલિકામાં કુલ 9 વોર્ડના 36 પૈકી 21 બિનહરીફ થઈ હતી. 15 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપે કબજે કરી છે. હાલોલ નગરપાલિકામાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષોનો સફાયો થયો છે.
માણસામાં 27 બેઠક પર ભાજપ
ગાંધીનગરની માણસા નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત થઈ છે. અમિત શાહના મતવિસ્તાર અને વતન એવા માણસામાં ભાજપને ભવ્ય જીત મળી છે. ગાંધીનગરના માણસામાં 28 પૈકી 27 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે.
જેતપુરમાં ભાજપની જીત
રાજકોટમાં જેતપુર નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થયુ છે. જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જેતપુર પાલિકાની 44 બેઠકો પરથી 32 બેઠક પર ભાજપનો કબ્જો જોવા મળ્યો છે. પાલિકાની વોર્ડ 11 ની 44 બેઠકોમાંથી ભાજપના- 32, અપક્ષ – 11 કોંગ્રેસ- 1 બેઠક મળી છે. જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ધારાસભ્ય જયેશ રાદડિયા પાલિકાના સદસ્યોને વધાવ્યા.