Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel With Tv9 : અમદાવાદથી 90 કિમી દૂર આવેલા આ મંદિરમાં શિવરાત્રીના દિવસે 25 કિલો રુનો કરવામાં આવે છે એક દીવો

શિવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મોટાભાગના શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શન કરવા જવા ઈચ્છાતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ગુજરાતમાં આવેલા આ મંદિરમાં સવા મણ રુનો એક દીવો પ્રગટાવવામાં આવે છે.

| Updated on: Feb 18, 2025 | 9:39 AM
મહાશિવરાત્રીના દિવસે જુદી-જુદી જગ્યાએ અલગ અલગ રીતે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. ત્યારે કેટલાક લોકો બરફનું શિવલિંગ બનાવતા હોય છે. તો કેટલાક લોકો રુદ્રાક્ષનું શિવલિંગ બનાવતા હોય છે. તો આજે અમે તમને એવા મંદિર વિશે જણાવશું જ્યાં 25 કિલો રુનો એક દીવો પ્રગટાવવામાં આવે છે.

1 / 5
અમદાવાદથી તમે બસ, ટ્રેન અથવા ટેક્સી મારફતે હિંમતનગર સુધી પહોંચી શકો છો. ત્યાં હિંમતનગર પહોંચ્યા પછી ત્યાંથી રિક્ષા અથવા GSRTCની બસમાં બેરણા મંદિરે પહોંચી શકો છો.

2 / 5
હિંમતનગર નજીક આવેલા કંટાળેશ્વર હનુમાન ધામ ખાતે શિવરાત્રીની ઉજવણી નિમીત્તે સવા મણ રુના દિવાની જ્યોત પ્રગટાવવામાં આવે છે. વિશ્વ કલ્યાણ માટે થઈને શિવરાત્રીએ અહીં વર્ષોથી પરંપરા રહી છે.

3 / 5
મંદિરમાં 51 ફુટ ઉંચી શિવજીની પ્રતિમા આવેલી છે. આ પ્રતિમા સમક્ષ વર્ષોથી પરંપરા મુજબ સવા મણ રુનો દિવો એટલે કે 25 કિલો ગ્રામ રુનો દિવો પ્રગટાવવામાં આવે છે.

4 / 5
વિશ્વ શાંતિ માટે મંત્રોચ્ચાર સાથે દિવો પ્રગટાવ્યા બાદ દિવસભર દિવાની જ્યોત રહે છે. આ દિવામાં 20 કિલોગ્રામ શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ 51 ફુટ ઉંચી પ્રતિમા પર 1008 નાના શિવલિંગ આવેલા છે. અહીં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન માટે આવે છે.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">