IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની બ્લેક માર્કેટમાં કિંમત જાણી ચોંકી જશો
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. આ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, પરંતુ આ મેચની ટિકિટોની કાળાબજારી હજી ચાલી રહી છે. મેચની ટિકિટની કિંમત એટલી ઊંચી છે કે તે સાંભળીને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે પરંતુ આ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. અમે વાત કરી રહ્યા છીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિશે, જે દુબઈમાં રમાશે. જોકે આ મેચની બધી ટિકિટો એક જ ક્ષણમાં વેચાઈ ગઈ હતી, પરંતુ અહેવાલો અનુસાર આ મેચની ટિકિટોની કાળાબજારી થઈ રહી છે.

ભારત-પાકિસ્તાન મેચ જોવાની એટલી બધી માંગ છે કે બ્લેક માર્કેટમાં ટિકિટ વેચતા મોટાભાગના લોકોએ ભારત-પાકિસ્તાન મેચની કિંમત આસમાને પહોંચાડી દીધી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ 4 થી 5 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ લાખોમાં વેચાઈ રહી છે. એક વેબસાઈટ પર દુબઈના ગ્રાન્ડ લાઉન્જની ટિકિટની કિંમત 4 લાખ 29 હજાર રૂપિયા છે. જ્યારે ગ્રાન્ડ લાઉન્જમાં સીટની કિંમત લગભગ 5 લાખ રૂપિયા સુધી પહોંચી રહી છે.ગ્રાન્ડ લાઉન્જ દુબઈ સ્ટેડિયમનું મેચ જોવાનું શ્રેષ્ઠ સ્થળ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના ભાવમાં કાળાબજારી કોઈ નવી વાત નથી. 2024ના T20 વર્લ્ડ કપ દરમિયાન ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની કિંમત 16 લાખ સુધી પહોંચી ગઈ હતી. એટલું જ નહીં ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મેચની ટિકિટની કિંમત 1.86 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. તેની સરખામણીમાં દુબઈમાં આ કિંમતો ખૂબ ઓછી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે માહોલ સંપૂર્ણપણે તૈયાર છે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાવાની છે. આ ટુર્નામેન્ટમાં બંને દેશો છેલ્લે 2017માં ટકરાયા હતા. 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં એ જોવું રસપ્રદ રહેશે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેની મેચ કોણ જીતશે? (All Photo Credit : PTI / GETTY / X)
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મહામુકાબલો યોજાશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક
