પાટણની ચાણસ્મા બેઠક સર્જાયો અપસેટ ! ભાજપના સસ્પેન્ડ કરાયેલ ઉમેદવાર અપક્ષમાંથી ઉમેદવારી કરી જીત્યા
પાટણની ચાણસ્મા બેઠક પરથી ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવેલ ઉમેદવાર અપક્ષમાં જોડાઈને ઉમેદવારી કરી હતી. પુરસોત્તમ પટેલે વોર્ડ નંબર 5 માંથી અપક્ષ માંથી નોંધાવી હતી જેમાં તેમનો વીજય થયો છે.
ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. વહેલી સવારથી જ પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે પાટણના ચાણસ્મા નગરપાલિકામા અપસેટ સર્જાયો છે. મળતી માહિતી મુજબ ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ ચાણસ્મા શહેર ઉપપ્રમુખ પુરસોત્તમ પટેલ અપક્ષમાંથી ઉમેદવારી કરીને વિજયી બન્યા છે.
પાટણની ચાણસ્મા બેઠક પર સર્જાયો અપસેટ
તમને જણાવી દઈએ કે પાટણની ચાણસ્મા બેઠક પરથી ભાજપ માંથી સસ્પેન્ડ કરવામાં આવેલ ઉમેદવાર અપક્ષમાં જોડાઈને ઉમેદવારી કરી હતી. પુરસોત્તમ પટેલે વોર્ડ નંબર 5 માંથી અપક્ષ માંથી નોંધાવી હતી જેમાં તેમનો વીજય થયો છે. ભાજપે મેન્ડેટ ન આપતા પુરસોત્તમભાઈ એ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર
મહત્વપૂર્ણ છે કે ચૂંટણી પહેલા જ રાજ્યમાં કુલ 214 બેઠકો બિનહરીફ થઇ છે. જેના કારણે 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ છે. ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં બેઠકો બિનહરીફ થતાં ચારેયમાં ચૂંટણી પહેલા જ ભાજપનું શાસન સ્થપાઇ ગયું છે. ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે.આથી હવે 1 હજાર 677 બેઠકોનું પરિણામ જાહેર થશે.

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ

ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન

બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
