Aara lot : ફરાળી વાનગીઓ બનાવવામાં ઉપયોગમાં લેવાતો આરા લોટ ઘરે આવી રીતે બનાવો
ફરાળી વાનગીઓ બનાવવા માટે બજારમાંથી ફરાળી લોટ ઘરે લાવીને રસોઈ બનાવવામાં ઉપયોગ કરતા હોય છે. ત્યારે કેટલીક વાર શંકાસ્પદ લોટ પણ આપણે ઘરે લઈ આવતા હોઈએ છીએ તો આજે અમે તમને ઘરે જ આરા લોટ બનાવવાની રેસિપી જણાવીશું.

ઘરે બટાકામાંથી આરા લોટ બનાવવા માટે સૌથી પહેલા બટેકાને સ્વચ્છ પાણીમાં ધોઈને સાફ કરી લો. ત્યારબાદ બટાકાને કાપીને પાણીમાં પલાળી રાખો.

કાપેલા બટાકાને લગભગ 8 થી 10 કલાક પાણીમાં રાખો જેથી બટાકાનો સ્ટાર્ચ વાસણના તળિયા પર એકઠો થશે.

ત્યારબાદ બટાકા અને તેમાં રહેલા પાણીને બહાર કાઢી લો. હવે તેમાં રહેલો સ્ટાર્ચને થાળીમાં કાઢી તડકામાં રાખો. આ સ્ટાર્ચ સુકાઈ ન જાય ત્યાં સુધી તડકામાં રાખો.

હવે આ સ્ટાર્ચને મિક્સર જારમાં લઈને સારી રીતે પીસી લો. ધ્યાન રાખો કે તેમાં કોઈ ગાંઠા ન રહી જાય. તૈયાર થયેલા પાવડરને ચાળી લો. જેથી બટાકામાંથી નીકળે લો કચરો દૂર થઈ જાય

તૈયાર થયેલા લોટને તમે કાચના વાસણમાં અથવા એરટાઈટ કન્ટેનરમાં ભરી સ્ટોર કરી શકો છો. આ જ રીતે તમે સુરણમાંથી પણ ફરાળી લોટ બનાવી શકો છો. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવી છે. TV9 ગુજરાતી કોઈ પણ પ્રકારની પુષ્ટી કરતું નથી)
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
