Kheda : પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો, જુઓ Video
રાજ્યમાં અવારનવાર લાંચીયા અધિકારીઓ ઝડપાતા હોય છે. ત્યારે ખેડામાં પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો છે. પાંચ હજારની લાંચ લેતા નડિયાદ ACBએ અધિકારીને ઝડપી પાડ્યો છે.
રાજ્યમાં અવારનવાર લાંચીયા અધિકારીઓ ઝડપાતા હોય છે. ત્યારે ખેડામાં પલાણા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતા ઝડપાયો છે. પાંચ હજારની લાંચ લેતા નડિયાદ ACBએ અધિકારીને ઝડપી પાડ્યો છે. જમીનોની વારસાઈ મામલે લાંચ માગી હોવાનું સામે આવ્યુ છે. ગેરકાયદે મકાનના જરુરી પુરાવાના કાગળ આપવા માટે લાંચ માગી હોવાનું સામે આવ્યુ હતુ.
રેવન્યુ તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો
બીજી તરફ આ અગાઉ સાબરકાંઠામાંથી પણ લાંચિયો અધિકારી ઝડપાયો હતો. રેવન્યુ તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. 1500 રુપિયાની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રેવન્યુ તલાટીની સાથે ઓપરેટરને પણ ACBએ ઝડપ્યો હતો. વિજયનગર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતુ. ઈ-સ્ટેમ્પિંગની કામગીરી કરી આપવા માટે લાંચ માગી હતી. હિંમતનગર ACBએ છટકું ગોઠવી બંન્ને આરોપીને ઝડપયા હતા.