Junagadh : મનપાની ચૂંટણીના પરિણામો બાદ મારામારીની ઘટના,પથ્થરમારામાં કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત, જુઓ Video
જૂનાગઢમાં મનપાની ચૂંટણીનું પરિણામો જાહેર થયા બાદ મારામારીની ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 8 માં કોંગ્રેસની પેનલના વિજય બાદ હુમલો કરવામાં આવ્યો છે. ચિત્તાખાના ચોક નજીક પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢમાં મનપાની ચૂંટણીનું પરિણામો જાહેર થયા બાદ મારામારીની ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 8 માં કોંગ્રેસની પેનલના વિજય બાદ હુમલો કરવામાં આવ્યો છે. ચિત્તાખાના ચોક નજીક પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ અને આપના 15થી વધુ કાર્યકારો આમનેસામને આવી જતા મારામારી થાય છે. પથ્થરમારાની ઘટનામાં મહિલા કોન્સ્ટેબલ પણ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
મોરબીના વાંકાનેરમાં પરિણામ બાદ થઈ મારામારી
બીજી તરફ મોરબીના વાંકાનેર નગરપાલિકા ના ચૂંટણી પરિણામ બાદ મારામારી થઇ છે. વિજેતા ઉમેદવારો દ્વારા એક દુકાન પાસે ફટાકડા ફોડતા મારામારી થઈ. વાંકાનેર નગરપાલિકાના વોર્ડ 6ના બંને પક્ષોના સમર્થકો સામસામે આવ્યા. ભાજપના ઉમેદવારો વિજેતા થતા આપના ઉમેદવારની દુકાન પાસે ફટાકડા ફોડવા મામલે માથાકૂટ થઈ. પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો.