7 ઓવરમાં માત્ર 64 રન જ કરી શક્યું પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયાએ 29 રનથી હરાવ્યું

બ્રિસ્બેનમાં ગાબા મેદાન પર રમાયેલી પ્રથમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને એકતરફી રીતે હરાવ્યું હતું. વરસાદથી પ્રભાવિત મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 29 રનથી હરાવ્યું હતું. મેક્સવેલે માત્ર 19 બોલમાં 43 રન ફટકારી તબાહી મચાવી હતી.

| Updated on: Nov 14, 2024 | 6:06 PM
ઓસ્ટ્રેલિયાને વનડે સિરીઝમાં હરાવ્યા બાદ પાકિસ્તાનની T20 સિરીઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. બ્રિસ્બેનમાં રમાયેલી પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને એકતરફી રીતે હરાવ્યું હતું. વરસાદથી પ્રભાવિત મેચમાં માત્ર 7 ઓવર રમાઈ હતી અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરોનો ધોઈ નાખ્યા હતા.

1 / 6
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 7 ઓવરમાં 93 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ ટાર્ગેટથી ઘણી દૂર રહી હતી. આ ટીમ 7 ઓવરમાં 64 રન જ બનાવી શકી અને 9 વિકેટ પડી ગઈ. આ રીતે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ T20 મેચ 29 રને જીતી લીધી હતી.

2 / 6
94 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી પાકિસ્તાની ટીમે સ્કોરનો પીછો કરવાની કોઈ યોજના બનાવી ન હતી. તેના બેટ્સમેનો આડેધડ શોટ રમતા જોવા મળ્યા હતા. સાહિબજાદા ફરહાને 8 રન બનાવ્યા, કેપ્ટન રિઝવાને ખાતું પણ ખોલ્યું ન હતું.

3 / 6
બાબર આઝમે 3 રન બનાવ્યા હતા. ઉસ્માન ખાન 4 રન બનાવીને આઉટ થયો હતો. આઘા સલમાન પણ માત્ર 4 રન બનાવી શક્યો હતો. ઈરફાન ખાને ખાતું ખોલ્યું ન હતું. પાકિસ્તાને માત્ર 15 બોલમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે પાકિસ્તાનને પ્રથમ T20માં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

4 / 6
પાકિસ્તાનના બેટ્સમેનો પર નાથન એલિસ અને બોલરો પર ગ્લેન મેક્સવેલે ભારે પડ્યો હતો. નાથન એલિસની વાત કરીએ તો આ ખેલાડીએ 2 ઓવરમાં માત્ર 9 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેણે બાબર આઝમની વિકેટ પણ લીધી હતી. તેના સિવાય ઝેવિયર બાર્ટલેટે પણ 2 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. એડમ ઝમ્પાને 2 અને સ્પેન્સ જોન્સનને એક વિકેટ મળી હતી.

5 / 6
માત્ર 7 ઓવરની મેચમાં ગ્લેન મેક્સવેલને ત્રીજા નંબરે બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ મેકગર્ક અને શોર્ટની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી મેક્સવેલે આખી બાજી પલટી નાખી હતી. મેક્સવેલે માત્ર 19 બોલમાં 43 રન બનાવીને પાકિસ્તાની બોલિંગને પાટા પરથી ઉતારી દીધી હતી. મેક્સવેલે પોતાની ઈનિંગમાં 3 સિક્સ અને 5 ફોર ફટકારી હતી. મેક્સવેલે હરિસ રઉફની એક ઓવરમાં 19 રન ફટકાર્યા હતા.  (All Photo Credit : PTI / X)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">