જ્યારે ટ્રમ્પે હોલીવુડ એક્ટ્રેસને કહ્યું- ‘તારો બોયફ્રેન્ડ નકામો છે, મારી સાથે આવો…’, Watch Video
Donald Trump proposed hollywood actress : હોલીવુડ એક્ટ્રેસ સલમા હાયકે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રંગીન સ્વભાવ અંગેનો એક કિસ્સો વર્ણવ્યો. 50 વર્ષીય અભિનેત્રીએ ખુલાસો કર્યો કે કેવી રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક કાર્યક્રમ દરમિયાન તેમને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
Donald Trump proposed hollywood actress : હોલીવુડ અભિનેત્રી સલમા હાયકે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રંગીન સ્વભાવ અંગેનો એક કિસ્સો વર્ણવ્યો. ખરેખર વાત એ સમયની છે જ્યારે ‘ધ ડેઇલી શો વિથ ટ્રેવર નોહ’ ના એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે તેણીને તેની સાથે ડેટ પર જવા કહ્યું હતું.
50 વર્ષીય અભિનેત્રીએ ખુલાસો કર્યો કે કેવી રીતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક કાર્યક્રમ દરમિયાન તેમને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ટ્રમ્પે પહેલા સલમાથી દૂરી બનાવી અને પછી તેને ફોન કરીને ડેટ પર જવા કહ્યું. સલમાએ કહ્યું, ‘હું મારા બોયફ્રેન્ડ સાથે એક કાર્યક્રમમાં હતી. ખૂબ ઠંડી હતી અને હું મારા ખભા પર હાથ ફેરવી રહી હતી પછી ટ્રમ્પે પોતાનું જેકેટ મારા ખભા પર મૂક્યું.
ડિનર માટે આપ્યું આમંત્રણ
હાયેકે આગળ કહ્યું, ‘તે મારા બોયફ્રેન્ડને કહેવા લાગ્યો, મને માફ કરજો, મેં તારી ગર્લફ્રેન્ડને જોઈ અને તેને ઠંડી લાગી રહી હતી.’ ડોનાલ્ડ ટ્રમ્પ મારા બોયફ્રેન્ડ સાથે સતત વાત કરતા હતા અને પછી તેમણે મારા બોયફ્રેન્ડથી દૂરી બનાવી લીધી. ટ્રમ્પે મારા બોયફ્રેન્ડને ડિનર માટે આમંત્રણ આપ્યું અને કહ્યું કે જો તમે લોકો ન્યૂયોર્કમાં છો, તો તમે એટલાન્ટિક સિટી આવી શકો છો. તમે મારી હોટેલમાં રહી શકો છો. મને તમારો નંબર આપો.
(Credit Source : The Dusty Mind)
ટ્રમ્પે તેના બોયફ્રેન્ડ વિશે કહી આ વાત
અભિનેત્રીએ કહ્યું કે, ટ્રમ્પે તે રાત પછી પણ મને ફોન કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે, ટ્રમ્પે મને તેમની સાથે બહાર જવા કહ્યું, મેં કહ્યું કે, ‘મારો બોયફ્રેન્ડ મારી સાથે છે અને તમે મને બહાર જવા માટે કહી રહ્યા છો’. આના પર ટ્રમ્પે કહ્યું, ‘તે તમારા માટે બહુ સારો નથી.’ તેની હાજરીથી કોઈ ફરક પડતો નથી, તે તમારા માટે યોગ્ય નથી, તમારે મારી સાથે બહાર આવવું જોઈએ. આ પહેલો કિસ્સો નથી; અગાઉ પણ એમ્મા થોમસન રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિશે આવી જ વાત કહી ચૂકી છે.