દેશના એ 5 ડાયરેક્ટર, જેની એક પણ ફિલ્મો નથી થઈ FLOP, બોક્સ ઓફિસ પર તો છાપે છે નોટોના બંડલો

ફિલ્મ નિર્માતાઓ તેમની દરેક ફિલ્મ બનાવતી વખતે પોતાનો જીવ રેડી દેતા હોય છે. દરેક ડાયરેક્ટરને એક જ આશા હોય છે કે તેની ફિલ્મો લોકોને પસંદ આવે તેમજ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરે. ચાલો તમને જણાવીએ દેશના એવા 5 ડાયરેક્ટરો વિશે જેમણે આજ સુધી એક પણ ફ્લોપ ફિલ્મ નથી આપી.

| Updated on: Feb 05, 2024 | 8:55 AM
સંજય લીલા ભણસાલી : હિન્દી સિનેમાના દિગ્ગજ ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની ફિલ્મો જોવા માટે દર્શકો હંમેશા ઉત્સુક હોય છે. ફિલ્મમેકરની ફિલ્મો અલગ હોય છે. સંજય લીલા ભણસાલી દર વખતે પોતાની ફિલ્મો દ્વારા દર્શકો સમક્ષ નવા મુદ્દા અને ઈતિહાસ રજૂ કરે છે. સંજય લીલા ભણસાલીએ આજ સુધી થિયેટરમાં એક પણ ફ્લોપ ફિલ્મ આપી નથી. તેની આગામી ફિલ્મો બૈજુ બાવરા અને લવ એન્ડ વોરને પણ હિટ માનવામાં આવે છે.

1 / 5
રાજકુમાર હિરાણી : ડાયરેક્ટર રાજકુમાર હિરાણીએ અત્યાર સુધીમાં 6 ફિલ્મો બનાવી છે અને તેમને જે ફિલ્મો બનાવી છે તમામ ફિલ્મો સુપરહિટ રહી છે. મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મથી લઈને તેની છેલ્લી ફિલ્મ ડંકી સુધી તેણે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. રાજકુમાર હિરાણીને 'હિટ મશીન' પણ કહેવામાં આવે છે.

2 / 5
એસ.એસ. રાજામૌલી : સાઉથ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મોએ પણ મોટા રેકોર્ડ તોડ્યા છે. એસ.એસ. રાજામૌલીએ 10થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે અને તેમની એક પણ ફિલ્મે લોકોને આજ સુધી નિરાશ કર્યા નથી. ડાયરેક્ટરની છેલ્લી ફિલ્મ RRR હતી, જે મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

3 / 5
કરણ જોહર : કરણ જોહરની ફિલ્મનો ગ્રાફ પણ ઘણો શાનદાર રહ્યો છે. કરણ જોહરે નાનપણથી જ ડિરેક્શનની કમાન પોતાના હાથમાં લીધી હતી. કરણે અત્યાર સુધીમાં 9 ફિલ્મોનું નિર્દેશન કર્યું છે અને તમામ ફિલ્મો સુપરહિટ રહી છે. દર્શકો હંમેશા કરણની ફિલ્મોને પસંદ કરે છે.

4 / 5
સંદીપ રેડ્ડી વાંગા : સાઉથ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ ગયા વર્ષે એનિમલ બનાવીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા. તેની ફિલ્મની ચર્ચા હજુ પણ થઈ રહી છે. એનિમલે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મો બનાવી છે અને ત્રણેય બ્લોકબસ્ટર રહી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">