કરણ જોહર
કરણ કુમાર જોહરનો જન્મ 25 મે 1972ના રોજ થયો હતો. ઘણીવાર ફેન્સ અને અન્ય લોકો તેને અનૌપચારિક રીતે KJO કહેતા હોય છે. તેના પિતા પંજાબી હિન્દુ તેમજ માતા સિંધી હિન્દુ છે. તેની માતાનું નામ હીરૂ જોહર અને પિતાનું નામ યશ જોહર છે.
કરણ હિન્દી સિનેમામાં કામ કરે છે. તે એક નિર્માતા તરીકે તેમજ ટેલિવિઝનમાં કામ કરે છે. તેની કંપનીનું નામ ધર્મા પ્રોડક્શન છે. તેને ઘણા સફળ એક્ટર અને એક્ટ્રેસના લોન્ચ કર્યા છે.
નિર્માતા કરણ જોહરને ઘણા બધા અવોર્ડ પણ મળ્યા છે. તેણે મોટાભાગે રોમેન્ટિક ડ્રામા ફિલ્મો આપી છે. પારિવારિક ડ્રામા કભી ખુશી કભી ગમ, મ્યુઝિકલ ડ્રામા કભી અલવિદા ના કહેના, જાસુસી થ્રિલર રાઝી, શેરશાહ જેવી મુવી આપીને લોકોને એન્ટરટેઈન કર્યા છે.
તેઓ નિર્માતા બન્યા તે પહેલા તેણે એક્ટર તરીકે કામ કર્યું હતું. દૂરદર્શનમાં આવતી સિરિયલ ‘ઈન્દ્રધનુષ’માં શ્રીકાંતની ભૂમિકા ભજવી હતી. તે ઘણી વાર ટીવી રિયાલિટી શોમાં જજની પણ ભૂમિકા નિભાવે છે. કોફી વિથ કરણ તેનો પોતાનો શો છે. ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ તેમજ હુનરબાઝ દેશ કી શાનમાં પણ તેને પેનલમાં જજની ખુરશી શોભાવી છે.
કરણ જોહર સરોગેસીથી પિતા બન્યો છે. તેને તેના પુત્રનું નામ પોતાના પિતા યશ ઉપરથી જ રાખ્યું છે-યશ, તેમજ તેણે તેની પુત્રીનું નામ તેની માતાનું નામ ફેરવીને રુહી રાખ્યું છે.