Porbandar: રાતડી ગામે સમુદ્ર કિનારા પરથી બેફામ રેતી ચોરી, કોઈ રોકનાર જ નથી

|

Feb 16, 2022 | 6:21 PM

દરિયાની ખારી રેતીની ચોરી મામલે રાતડી ગામના ઉપસરપંચ દ્વારા વન વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ગેરકાયદેસર રેતી ચોરી કરનારા પર કાયમી અંકુશ માટે માગ કરવામાં આવી છે

Porbandar: રાતડી ગામે સમુદ્ર કિનારા પરથી બેફામ રેતી ચોરી, કોઈ રોકનાર જ નથી
પોરબંદરના રાતડી ગામે સમુદ્ર કિનારા પરથી બેફામ રેતીની ચોરી

Follow us on

પોરબંદરના રાતડી ગામ (Ratdi village) ના સમુદ્ર કિનારા પરથી બેફામ રેતીની ચોરીની ફરિયાદો ઉઠી રહી છે. દરિયાની ખારી રેતીની ચોરી મામલે રાતડી ગામના ઉપસરપંચ દ્વારા વન વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું છે કે દરરોજની હજારો ટન રેતી ચોરી થાય છે. વારંવાર આ રેતી ચોરીના ફરિયાદ કરાય છે છતાં રેતી ચોરી (sand theft) નું કામ બેફાન રીતે ચાલ્યા જ કરે છે.

પોરબંદરના રાતડી ગામના દરિયાકાંઠે (beach)  રેતી ચોરી કરનારા બેફામ બન્યા છે. દરિયાકાંઠા પરથી મોટાપાયે રેતીની ચોરી થઈ રહી છે. આ રેતી ચોરીની જાણ વારંવાર ફોરેસ્ટ વિભાગ (Forest Department) ને કરવામાં આવે છે. જેના પગલે વિભાગ દ્વારા રેડ પાડવામાં આવે છે, જોકે આવી રેડ વખતે ટ્રેક્ટર અને લોડર ચાલક વાહનો લઇને નાસી છૂટે છે અને થોડા દિવસો પછી પાછા રેતી ચોરીનું કામ શરૂ કરી દે છે. આવા ગેરકાયદેસર રેતી ચોરી કરનારા પર કાયમી અંકુશ માટે માગ થઈ રહી છે.

ખનીજ ચોરીમાં રાતડી ગામ કુખ્યાત

પોરબંદરના રાતડી ગામે દરિયા કિનારે મોટા પ્રમાણમાં રેતી આવેલી છે તો બીજી બાજુ જમીન વિસ્તારમાં ચૂંનાના પથ્થરો મળી આવે છે. ખનીજ માફિયાઓ આ બંને ખનીજની બેફામ ચોરી કરે છે. વારંવાર તેમની સામ ફરિયાદો થાય છે. થોડા સમય પહેલાં જ 10 શખ્સો અલગ અલગ સર્વે નંબરની જમીનમાં બિન અધિકૃત ખનન કરતા ખાણ ખનીજ વિભાગે પકડી પાડ્યા હતા. તેમને દંડ ફટકાર્યો હતો પરંતુ દંડની ભરપાઈ ન કરાતા ખાણ ખનીજ વિભાગના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

રેતી ચોરીના કારણે મોટું નુકસાન

પોરબંદરથી માધવપુર વચ્ચે દરીયાઈ પટ્ટી ઉપર રેતીના ચોરો દિવસ-રાત રેતીની ઉઠાંતરી કરી રહ્યા છે. અહીં ખુબ મોટી માત્રામાં રેતી ચોરી થઈ છે. રેતી ચોરીના કારણે આસપાસની વિસ્તારની જમીનમાં ખારાશનું પ્રમાણ વધતા પાકને પણ મોટી નુકસાની થઈ રહી છે. ઉપરાંત રેતી ચોરીથી દરીયાના પાળા તુટી જાય છે. તેથી પુનમની મોટી ભરતી આવે ત્યારે દરીયો હાઈવે સુધી પહોંચી જાય તેવું પણ ભવિષ્યમાં બની શકે છે તેથી રેતી ચોરી સામે પણ તંત્રએ કડક હાથે કામ લેવું જોઈએ તેવી માગણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ  ગુજરાત કોંગ્રેસમાં ભડકો, પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની ભાજપમાં જોડાવવાની અટકળો

આ પણ વાંચોઃ Rajkot : ક્રાઇમ બ્રાંચ પર જામનગરના સ્કૂલ સંચાલકે લગાવ્યો આ ગંભીર આરોપ

Next Article