AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patan : સિદ્ધપુરમાં પાઈપલાઈનમાંથી યુવતીના અવશેષો મળવાના કેસમાં મોટો ખુલાસો

પાટણના સિદ્ધપુરમાં પાઇપલાઇનમાંથી યુવતીના મૃતદેહ મળવાના કેસમાં તપાસ કરી રહેલી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. આ ઘટનાની તપાસ કરી રહેલા પોલીસને 10 દિવસ અગાઉ ગુમ થયેલી યુવતીના CCTV હાથ લાગ્યા છે

Patan : સિદ્ધપુરમાં પાઈપલાઈનમાંથી યુવતીના અવશેષો મળવાના કેસમાં મોટો ખુલાસો
Patan Siddhpur Girl Murder Case
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 9:06 AM
Share

ગુજરાતના(Gujarat)  પાટણના(Patan)  સિદ્ધપુરમાં પાઈપ લાઈનમાંથી મૃત યુવતીના અવશેષો મળવાના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં PM રિપોર્ટમાં યુવતીની હત્યા ન થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવતીના શરીર પર ઈજાના કોઈ જ નિશાન નથી. જો કે લાશ યુવતીની જ હોવાનું PM રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે.મૃતક યુવતીની હજી ઓળખવિધિ બાકી છે. ગુમ થયેલી યુવતીના માતા-પિતાના DNA રિપોર્ટ તપાસ અર્થે મોકલાયા છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ તેની ઓળખ થઈ શકશે.

પાટણના સિદ્ધપુરમાં પાઇપલાઇનમાંથી યુવતીના મૃતદેહ મળવાના કેસમાં તપાસ કરી રહેલી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. આ ઘટનાની તપાસ કરી રહેલા પોલીસને 10 દિવસ અગાઉ ગુમ થયેલી યુવતીના CCTV હાથ લાગ્યા છે. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે પાણીની લાઇનમાંથી મળેલો મૃતદેહ 10 દિવસથી ગુમ યુવતીનો હોઇ શકે છે. શક્યતાના આધારે પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસે યુવતીના મૃતદેહ પરથી મળેલો દુપટ્ટો અને સીસીટીવીમાં દેખાતી યુવતીના દુપટ્ટાના આધારે યુવતીની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. હાલ પોલીસ DNA અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇને બેઠી છે. રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાય તેવી શક્યતા છે.

મહત્વપૂર્ણ છે કે 16મી મેના રોજ પાટણના સિદ્ધપુરની પાણીની લાઇનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. શહેરની ઉપલી શેરી વિસ્તારમાંથી યુવતીના શરીરના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. તો બીજા દિવસે પણ લાલ ડોશી વિસ્તારની પાણીની લાઇનમાંથી યુવતીના પગના ભાગના અવશેષો મળી આવ્યા હતા. પાણીની પાઇપલાઇનમાંથી યુવતીના શરીરના અવશેષો સહિત મૃતદેહ મળી આવતા સમગ્ર સિદ્ધપુરમાં ભારે ચકચાર ફેલાઇ છે. જોકે રહી રહીને જાગેલા પાલિકા તંત્રએ હવે પાણીની ઊંચી ટાંકીના દરવાજા પાસે CCTV કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે.

(With Input, Sunil Patel, Patan ) 

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">