RBI ગર્વનર શક્તિકાંત દાસને મળ્યો ‘ગર્વનર ઓફ ધ યર’ એવોર્ડ, રઘુરામ રાજનને પણ મળી ચૂક્યો છે આ એવોર્ડ
સેન્ટ્રલ બેન્કિંગ પબ્લિકેશન, પબ્લિક પોલિસી અને ફાઈનાન્શિયલ માર્કેટથી જોડાયેલી એક પબ્લિકેશન કંપનીએ જે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પર નજર રાખે છે. તે કંપનીએ તેમને ગર્વનર ઓફ ધ યર એવોર્ડ આપ્યો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ચીફ શક્તિકાંત દાસને ‘ગર્વનર ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો છે. સેન્ટ્રલ બેન્કિંગે તેમને આ એવોર્ડથી નવાજ્યા છે. આ પહેલા તેમને RBIના ગર્વનરના પદ પર સર્વિસ એક્સટેન્શન પણ મળ્યુ છે. તેમને સતત બીજી વખત આરબીઆઈ ગર્વનર તરીકે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. RBIના પૂર્વ ગર્વનર ઉર્જિત પટેલ બાદ શક્તિકાંત દાસને નવા ગર્વનર બનાવવામાં આવ્યા હતા. કોરોના મહામારી, રશિયા-યૂક્રેન યુદ્ધ અને આર્થિક ઉતાર-ચઢાવ જેવા પડકારોની સાથે પોતાના કાર્યકાળ દરમિયાન તેમને આ સ્થિતિમાં દેશને સંભાળ્યો છે.
સેન્ટ્રલ બેન્કિંગ પબ્લિકેશન, પબ્લિક પોલિસી અને ફાઈનાન્શિયલ માર્કેટથી જોડાયેલી એક પબ્લિકેશન કંપનીએ જે દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પર નજર રાખે છે. તે કંપનીએ તેમને ગર્વનર ઓફ ધ યર એવોર્ડ આપ્યો છે.
આ પણ વાંચો: Multibagger Stock : આ શેરને ઓળખવાની આવડત કેળવી લેશો તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં
રઘુરામ રાજનને પણ મળી ચૂક્યો છે ‘ગર્વનર ઓફ ધ યર’
તમને જણાવી દઈએ કે આ પહેલા સેન્ટ્રલ બેન્કિંગે વર્ષ 2015માં આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનને પણ ગર્વનર ઓફ ધ યરના એવોર્ડથી નવાજ્યા હતા. એવોર્ડ નોટમાં સેન્ટ્રેલ બેન્કિંગે કહ્યું કે ભારતની GDP 10 વર્ષમાં 90 ટકા વધી છે. દરેક વ્યક્તિમાં 70 ટકાનો વધારો થયો છે. હવે માથાદીઠ આવક $2400 થઈ ગઈ છે જે 2010માં $1000 હતી.
સેન્ટ્રલ બેન્કિંગ મુજબ કોરોના જેવા સંકટ સામે લડવામાં શક્તિકાંત દાસનું ખુબ યોગદાન હતું. રાજકીય દબાણ અને આર્થિક સંકટની વચ્ચે પોતાના નિર્ણયો દ્વારા તેમને દેશમાં બેલેન્સ બનાવી રાખ્યુ, જેની અસર આજે આપણે જોઈ રહ્યા છે.
દેશમાં વધ્યુ UPIનું ચલણ
શક્તિકાંત દાસના કાર્યકાળ દરમિયાન જ દેશમાં UPI પેમેન્ટનું ચલણ વધ્યુ છે. ડિજિટલ પેમેન્ટના સેક્ટરમાં ભારત આગળ વધ્યુ છે. તેની સાથે ક્રિપ્ટોકરન્સી સામે દાસ અડગ રહ્યા છે. તાજેત્તરમાં આરબીઆઈએ શક્તિકાંત દાસના નેતૃત્વમાં સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીને લોન્ચ કરી છે.