Knowledge: સંશોધકોએ 3000 વર્ષ જૂના પેન્ટની કરી શોધ, 3 પ્રકારની વણાટ ટેકનિકનો કરવામાં આવ્યો હતો ઉપયોગ

|

Feb 26, 2022 | 1:14 PM

અમે તમને જણાવી દઈએ કે આ પેન્ટ બનાવવા માટે વિવિધ વણાટની ટેકનિક અને વિવિધ પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Knowledge: સંશોધકોએ 3000 વર્ષ જૂના પેન્ટની કરી શોધ, 3 પ્રકારની વણાટ ટેકનિકનો કરવામાં આવ્યો હતો ઉપયોગ
Researchers discovered 3000 year old pants
Image Credit source: coutresy-lokmatnews

Follow us on

સંશોધકોએ ઉત્તર-પશ્ચિમ ચીનના (China) તારિમ બેસિનમાં 3,000 વર્ષ જૂના પેન્ટની શોધ કરવાનો દાવો કર્યો છે. આ શોધ જર્મન પુરાતત્વ સંસ્થાનના મેકે વેગનરના નેતૃત્વમાં બહાર આવી છે. પુરાતત્વવિદો (Archaeologists), ફેશન ડિઝાઇનર્સ, ભૂસ્તરશાસ્ત્રીઓ, રસાયણશાસ્ત્રીઓ અને સંરક્ષકોની આંતરરાષ્ટ્રીય ટીમને યાંગાઈ કબ્રસ્તાનમાં કબરમાંથી આ અનોખું પેન્ટ મળ્યું. આ પેન્ટ ખૂબ જ વિશિષ્ટ લાગે છે અને સુંદર કારીગરીના નમૂના જેવું લાગે છે. સંશોધકો આ રહસ્યને વધુ ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

3000 વર્ષ જૂનું પેન્ટ શા માટે છે ખાસ?

સાયન્સ ન્યૂઝના અહેવાલ અનુસાર લગભગ 3000 વર્ષ પહેલાં આ ટ્રાઉઝરને બનાવવા માટે જાડા ઊનના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે ત્રણ વણાટ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. સંશોધકોએ કહ્યું કે, તેને બનાવવા માટે ઈલાસ્ટીક ટ્વીલ વેવ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ આખા પેન્ટ બનાવવા માટે કરવામાં આવ્યો છે.

પેન્ટના પગની ઘૂંટી અને વચ્ચેના ભાગમાં ઝિગઝેગ સ્ટ્રાઇપ્સનો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. જે તેને પેન્ટને ખાસ બનાવે છે. ઘૂંટણને ઢાંકવા માટે વિવિધ રંગોમાં ટ્વિસ્ટેડ થ્રેડો સાથે ટેપેસ્ટ્રી વણાટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે એટલા માટે બનાવવામાં આવ્યું હતું કે, તેની ભૌમિતિક પેટર્ન યોગ્ય રીતે જોઈ શકાય. આ પેન્ટનો જાડો કમરપટ્ટો બનાવવા માટે ત્રીજી ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

વિવિધ સ્થાનિક મૂળ અને પરંપરાઓનું સંપૂર્ણ મિશ્રણ છે પેન્ટમાં – રિસર્ચર

સંશોધક વેગનરે જણાવ્યું હતું કે, આ ટ્રાઉઝર બનાવવા માટે વિવિધ વણાટ ટેકનિકો અને વિવિધ પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વણાટની ટેકનિક પર બોલતા વેગનેરે કહ્યું કે, આ એટલે બન્યું હોઈ શકે, કારણ કે ભરવાડો મોસમી સ્થળાંતર માર્ગોનો ઉપયોગ કરીને તારીમ બેસિનને પાર કરે છે. વેગનરે એમ પણ ઉમેર્યું હતું કે, આ પેન્ટમાં સમયાંતરે વિવિધ સ્થાનિક મૂળ અને પરંપરાઓના યોગ્ય મિશ્રણ સાથે સમય અનુસાર ટ્રેન્ડ પણ જોવા મળ્યા છે. જે આ પેન્ટને પોતાનામાં ખાસ બનાવે છે.

આ પણ વાંચો: Knowledge: બ્રિટનની રોયલ મિન્ટ આ ખાસ દુર્લભ સિક્કાની કરશે હરાજી, જાણો આ સિક્કો કેમ છે આટલો ખાસ

આ પણ વાંચો: Knowledge: કોણીમાં વાગે તો કરંટ જેવો અનુભવ થાય છે, જાણો શું છે તેની પાછળનું કારણ

Next Article