શું તમે પણ ચોખાને રાંધતા પહેલા પાણીથી સાફ કરો છો? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

જ્યારે ચોખા રાંધવામાં આવે છે, ત્યારે તમે જોયું હશે કે ચોખા પહેલા ધોવામાં આવે છે. લોકો ચોખાને રાંધતા પહેલા ધોવાના અલગ-અલગ કારણો માને છે, પરંતુ આજે પણ લોકો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ નથી જાણતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 2:18 PM
શેફથી લઈ દરેક મહિલાનું માનવું છે કે, ચોખા રાંધતા પહેલા  ચોખા ધોવાથી ચોખામાં સ્ટાર્ચ ઓછું થઈ જાય છે, કારણ કે સ્ટાર્ચ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી.મોટાભાગના લોકો કૂકરમાં ચોખા રાંધવાની સખત મનાઈ કરે છે અને તેને ખુલ્લા વાસણમાં ઉકાળવાની સલાહ આપે છે જેથી તેમાંથી સ્ટાર્ચ નીકળી શકે.

1 / 5
ચોખાની અમુક રેસિપીમાં ચોખાને ધોવામાં આવતા નથી કારણ કે, આ રેસિપીમાં સ્ટીકી ઈફેક્ટ જરૂરી હોય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગ્લુટિનસ ચોખા, મધ્યમ દાણાવાળા ચોખા અને જાસ્મીન રાઇસની જાતોમાં સ્ટીકી લેયર સ્ટાર્ચને કારણે નથી પરંતુ રસોઈ દરમિયાન છૂટા પડેલા 'એમાયલોપેક્ટન'ને કારણે આવે છે. તેથી જ તેને ચોખા ધોવા સાથે કોઈ લેવાદેવા નથી. ગ્લુટિનસ ચોખા સૌથી વધુ ચીકણા અને સખત હોવાનું જાણવા મળ્યું છે.

2 / 5
મોટા ભાગના લોકો સફાઈના કારણે ચોખા રાંધતા પહેલા ધોવા જરુરી માને છે, ચોખા ધોવાથી તેમાં ધુળ, કચરો, કાંકરા તમામ અલગ થઈ જાય છે. આ સિવાય ચોખામાં ધાતુની થોડી માત્રા જોવા મળે છે. જે સ્વાસ્થ માટે ખુબ ખતરનાક માનવામાં આવે છે, સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ચોખા ધોવાથી 90 ટકા કચરો બહાર નીકળી જાય છે.

3 / 5
રિસર્ચમાં જાણવા મળ્યું કે, આજકાલ જલ્દી તૈયાર થઈ જાય તેવા ચોખા આવી રહ્યા છે. તેમાં સુક્ષ્મ પ્લાસ્ટિક અનેક રીતે ચોખામાં આવે છે. જેને પકાવતા પહેલા ધોવા પર 40 ટકા સૂક્ષ્મ પ્લાસ્ટિક નીકળી જાય છે.  (Credit sourcewww.tilda.com)

4 / 5
તમને જણાવી દઈએ કે ચોખાને ધોયા પછી તેમાંથી કોપર, આયર્ન, ઝિંક જેવા પોષક તત્વો પણ નીકળી જાય છે. એટલા માટે જે લોકો માત્ર ચોખા ખાય છે તેમના સ્વાસ્થ્ય માટે ચોખા ધોવા હાનિકારક માનવામાં આવે છે.( Credit sourcewww.ayuruniverse.com)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">