રોહિત શર્માએ હાર સ્વીકારી ! સતત ખરાબ પ્રદર્શન બાદ આ મોટો નિર્ણય લીધો અને ટીમમાંથી દુર થયો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ હાલમાં 10 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વાપસી કરી હતી પરંતુ જમ્મુ-કાશ્મીર વિરુદ્ધ રમાયેલી મેચમાં તે સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. ત્યારે હવે તેને તેના ખરાબ પ્રદર્શન વચ્ચે મોટો નિર્ણય લીધો છે.

| Updated on: Jan 26, 2025 | 2:43 PM
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે છેલ્લું એક વર્ષ રેડ બોલ ક્રિકેટમાં ખુબ ખરાબ રહ્યું છે. બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયાના નિરાશાજનક પ્રદર્શન બાદ કોઈ પણ ખેલાડીઓ માટે જો તે ફિટ હોય તો ઘરેલુ ક્રિકેટ રમવું ફરજિયાત બનાવ્યું છે.

1 / 6
આવી સ્થિતિમાં, રોહિત શર્માએ પણ રણજી ટ્રોફીમાં ભાગ લેવાનો નિર્ણય લીધો. તે 10 વર્ષ પછી આ ટુર્નામેન્ટમાં પ્રવેશ્યો. પણ તે સંપૂર્ણ ફ્લોપ રહ્યો. હવે તેમણે મોટો નિર્ણય લીધો છે.

2 / 6
રોહિત શર્માએ જમ્મુ-કાશ્મીર વિરુદ્ધ રણજી ટ્રોફી રમી હતી. તેની નજર આ મેચમાં ટેસ્ટમાં પોતાના ફોર્મને સાબિત કરવાનું હતુ પરંતુ બંન્ને ઈનિગ્સમાં તે ફ્લોપ રહ્યો હતો. આ મેચની પહેલી ઈનિગ્સમાં તે માત્ર 3 રન અને બીજી ઈનિગ્સમાં 28 રન બનાવી શક્યો હતો. એટલે કે, રેડ બોલ ક્રિકેટમાં તેની બેટ ફરી એક વખત શાંત જોવા મળ્યું હતુ.ત્યારે હવે રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ અને ત્યારબાદ ચેમ્પિયન ટ્રોફી ધ્યાને રાખીની ફરીથી વ્હાઈટ બોલ ક્રિકેટમાં ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે.

3 / 6
 રોહિત શર્મા રણજી ટ્રોફી 2024-05ના આગામી રાઉન્ડમાં રમશે નહિ. મુંબઈની ટીમની આગામી મેચ મેઘાલય સાથે 30 જાન્યુઆરીથી રમાશે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ રોહિતે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝ અને ત્યારબાદ ચેમ્પિયન ટ્રોફી ની તૈયારીના કારણે રણજી ટ્રોફીમાં આગામી મેચ ન રમવાનો નિર્ણય લીધો છે.

4 / 6
તેમણે આ વિશે મુંબઈ ટીમ મેનેજમેન્ટને પણ જાણકારી આપી છે. બીજી બાજુ યશસ્વી જ્યસ્વાલ પણ મુંબઈની રણજી ટ્રોફી મેચમાં નજર આવશે નહિ. ઈંગ્લેન્ડ સીરિઝ અને ચેમ્પિયન ટ્રોફી માટે ભારતીય ટીમનો ભાગ છે.જમ્મુ કાશ્મીર વિરુદ્ધ રમાયેલી મેચમાં ભલે મુંબઈની ટીમમાં રોહિત શર્મા, યશસ્વી જ્યસ્વાલ, શ્રેયસ અય્યર, શિવમ દુબે અને શાર્દુલ ઠાકુર જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ હતા. પરંતુ આ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

5 / 6
જમ્મુ કાશ્મીરે 5 વિકેટથી જીત મેળવી હતી. તમને જણાવી દઈએ કે, મુંબઈ રણજી ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તેમ છતાં જમ્મુ કાશ્મીરની ટીમ તેના સામે જીત મેળવી અને આ સ્ટાર ખેલાડીઓ સામે પોતાની રમત દેખાડી હતી.

6 / 6

ભારતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઇ માટે શરૂઆત કરી હતી. રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય સ્તર પર દિગ્ગજ ક્રિકેટરમાં ગણતરી થાય છે. રોહિત શર્માના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">