ભારતનો સર્વોચ્ચ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર અમેરિકાની મહિલા સેલી હોલ્કર કોણ છે ? ભારતમાં એવુ તો શું કર્યું છે તેણે ?
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ વર્ષ 2025 માટે પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની યાદી જાહેર કરી છે. આ વખતે કુલ 30 લોકોને દેશના પ્રતિષ્ઠિત નાગરિક સન્માન પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રીથી નવાજવામાં આવશે. આ સન્માન મેળવનારાઓની યાદીમાં અમેરિકાની સેલી હોલ્કરનું નામ પણ સામેલ છે, જે એક ઉદ્યોગપતિ છે જેનો જન્મ અમેરિકામાં થયો હતો, પરંતુ તેમણે ભારતની ધરતી પર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

82 વર્ષીય સેલી હોલ્કરે મહેશ્વરી હેન્ડલૂમને પુનર્જીવિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. અમેરિકામાં જન્મેલી સેલી મધ્યપ્રદેશના મહેશ્વર આવી અને અહીંની પરંપરાગત વણાટ કલામાં સુધારો કરવાનું શરૂ કર્યું.

સેલી હોલ્કર રાણી અહલ્યાબાઈ હોલકરના વારસાથી એટલી પ્રેરિત થઈ કે તેણે મહેશ્વરી કાપડને માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ અપાવી.

સેલીએ મહેશ્વરી સાડી અને હેન્ડલૂમ કલાને પુનર્જીવિત કરી, જે એક સમયે લુપ્ત થવાની આરે હતી. તેમણે આધુનિકતાને પરંપરાગત ડિઝાઇન સાથે જોડી દીધી અને તેને વૈશ્વિક ઓળખ આપી. તેમની મહેનતને કારણે આ ઉદ્યોગ ફરી એકવાર ખીલવા લાગ્યો અને હજારો વણકરોને રોજગાર મળ્યો.

સેલી હોલ્કર મહિલા સશક્તિકરણના મોટા સમર્થક રહ્યા છે. તેમણે મહેશ્વરમાં 'હેન્ડલૂમ સ્કૂલ'ની સ્થાપના કરી, જ્યાં પરંપરાગત વણાટ તકનીકોની તાલીમ આપવામાં આવે છે. તેમના પ્રયાસોથી 250 થી વધુ મહિલાઓને રોજગાર મળ્યો, 110 થી વધુ લૂમ્સ લગાવવામાં આવ્યા અને 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને પણ રોજગારની તકો મળી.

સેલીએ માત્ર એક કલા બચાવી જ નહીં પણ તેને એક સફળ વ્યવસાયમાં પણ ફેરવી દીધી. તેમણે આ હસ્તકલાને આંતરરાષ્ટ્રીય બજારમાં લઈ ગયા અને તેને આર્થિક રીતે ટકાઉ બનાવ્યું. તેમના યોગદાનને કારણે, મહેશ્વરી હેન્ડલૂમ ફક્ત મધ્યપ્રદેશ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવે છે.

સેલી હોલ્કરને પદ્મશ્રીથી સન્માનિત થવું એ વાતનો પુરાવો છે કે તેમનું કાર્ય ફક્ત કલા બચાવવા પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ તેમણે હજારો લોકોના જીવનમાં પણ સુધારો કર્યો હતો.
ભારતના સર્વોચ્ચ એવોર્ડ એવા પદ્મશ્રી અંગેના વધુ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.